Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ટ્રેન્ડીંગ

હાલની પરિસ્થિતિમાં WHOનો ચીન પ્રત્યેનો સોફ્ટ કોર્નર “કુલડીમાં ગોળ ભાગવા” જેવું વલણ છે…!!

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન દ્વારા હાલની પરિસ્થિતિમાં અપનાવામાં આવતો રવૈયો ભવિષ્યમાં અંધકાર રૂપ સાબિત થઈ શકે તેમ છે…!

વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના એપ્રિલ ૭, ૧૯૪૮માં સ્વિઝરલેન્ડના જીનીવા ખાતે થઈ હતી. શિતળા, રક્તપિત નિવારણ, રિવર બ્લાઈન્ડ નેસ, ઇબોલા જેવા વાઈરસની નાબૂદી આ સંસ્થા દ્વારા ખૂબ મોટી ભૂમિકા રહી છે. સંયુકત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશોના ડોનેશન પર આ સંસ્થા નિર્ભર છે. ૭૨ વર્ષ પહેલાં રચાયેલી સંસ્થાને વિશ્વને મહમારીથી બચાવવા જરૂરી પગલાં લેવાની મહત્વની કામગીરી છે. પરંતુ હાલનો રવૈયો જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન દ્વારા કરવામાં આવતી કામગીરી શંકાના દાયરામાં આવી છે. જેથી આ સંસ્થા ભ્રષ્ટ ઓર્ગેનાઈઝશનની તરીકે ઉભરી આવી છે. ભૂતકાળમાં પણ આ સંસ્થા અનેક વિવાદોનો ભોગ બની ચૂકી છે ત્યારે હાલમાં ચીન સાથેની મિત્રતા એ અનેક સવાલો ઉભા કર્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશનના ડાયરેકટર જનરલ મૂળ ઇથોપિયાના માઇક્રો બાયોલોઝિસ્ટ ટેડ્રોસ અધનોન છે. WHO ના ડાયરેકટર બનાવમાં ચીનનો બહુ મોટો હાથ છે એટલે જ  ઊભી થયેલી મહામારી ના સવાલો પૂછવાની જગ્યાએ તેને બચાવવા માટે ઢાંકપિછોડો કર્યો. ચીનના પ્રખ્યાત ડોકટર લી. વેનલીગ અને તેમના સાથીઓએ એક્યુટ રેસ્પિરેટરી સિસ્ટમ ની ખતરનાક બીમારીને લઈને જાણ કરી હતી પરંતુ ચેતાવણી ને કારણે સમયસર જરૂરી પગલાં લઈ શકાય હોત પરંતુ વિખ્યાત ડોકટરને સમન્સ મોકલીને ખોટા નિવેદનો કરવામાં આવ્યા, અંતે તેમની ધરપકડ કરવામાં આવી. કોરોના માણસ માણસ થી ફેલાઈ શકતો નથી એવા નિવેદનો આપીને વિશ્વને ભ્રમિત કરવામાં આવ્યું.
ડાયરેકટર જનરલ ની ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથની મુલાકાતમાં પ્રી- પ્લાનિંગ મુજબ ચીનમાં કોઈ જ ગંભીર બીમારી નથી અને જે કોઈ બીમારી ઉત્પન્ન થઈ છે તેને નિયંત્રિત કરવામાં આવી રહી છે એવા ખોટા સૂચનોને ડાયરેકટર જનરલ સાચું માનીને શી જિનપિંગ વાતોથી પ્રભાવિત થઈ ગયા પરંતુ પોતાની આગવી વિશિષ્ટતા થી કોઇપણ સવાલ કાર્ય વિના બધું જ સાચું માની લીધું.
કોરોના ચીનનું બાયોલોજિકલ વેપન છે છતાં પણ ચીનમાં કોરોના કંટ્રોલમાં છે. મૃત્યુઆંક લગભગ સ્થિર થઈ ચૂક્યો છે. તેની સામે અમેરિકામાં અને વિશ્વના દેશોમાં દાયકાઓની સૌથી મોટી બેકારી આવી ગઈ છે એના પરથી ગરીબી વધશે, જીડીપી તૂટી જશે એ નિશ્ચિત છે. આ દૃશ્યાવલીમાં એવું બનવાની સંભાવના દેખાય છે કે વિશ્વની સૌથી મોટી જીડીપી અમેરિકાને બદલે ચીન બની જાય. મંદીમાં તો લોકો ઊલટા વધારે ચીનના સસ્તા માલ તરફ આકર્ષાવાના. ચીન જો વર્લ્ડની નંબર વન ઇકોનોમી બની ગયું તો પછી ચીન જગત ક્રૂર  જમાદાર હશે. અમેરિકા જગત જમાદાર છે ત્યાં સુધી દુનિયાના મોટા ભાગના દેશોએ પારદર્શકતા જોઈ, વાણી સ્વતંત્રતા જોઈ, માનવતાવાદ જોયો, લોકશાહી જોઈ. ચીન જગતજમાદાર હશે ત્યારે મહત્તમ દેશો તેનું રાજકીય મોડલપર પણ બહુ પ્રશ્નાર્થ હશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને લઈને વારંવાર ચીન પર નિશાન સાધતાં ટ્રમ્પે કહ્યુ કે, ચીને વિશ્વભરમાં જે ‘પીડા અને નરસંહાર’નો પ્રસાર કર્યો છે, તે તેનાથી ધ્યાન હટાવવાના પ્રયાસ હેઠળ વ્યાપક દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યુ છે. તેને સાથ WHO આપી રહ્યું છે. ટ્રમ્પે ચીન દ્વારા કોવિડ-19 મહાનમારીને રોકવાને લઈને નિરાશા વ્યક્ત કરી અને દાવો કર્યો કે ચીનની અક્ષમતાને કારણે વિશ્વભરમાં મોટા પાયા પર લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકા દ્વારા ગયા વર્ષે ૪૦૦ મિલિયન ડોલરની સહાય કરવામાં આવી હતી. પરંતુ હાલમાં  વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશનની કૌભાંડી ભૂમિકાના કારણે સહાય સ્થગિત કરી દીધી છે. હવે અમેરિકા પણ આકરા પાણીએ છે.
કોરોના પર ચીન વિરુદ્ધ તપાસ ઈચ્છનારા દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની સામેલ છે. આ દેશો કોરોના મહામારીની યોગ્ય જાણકારી ન આપવા અને તેને પહોંચી વળવામાં ચીનની અસક્ષમતાને લઈને તપાસ કરવાની માગણી કરી શકે છે. આગામી અઠવાડિયે ભારત જાપાનની જગ્યાએ WHOની અધ્યક્ષતા સંભાળશે. આવામાં ચીન વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં ભારતની ભૂમિકા મહત્વની રહેશે. સોમવારે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં યુરોપીયન યુનિયન તરફથી આ પ્રસ્તાવ રજુ કરાશે. જેમાં ડિમાન્ડ કરાઈ છે કે કોવિડ 19ને લઈને WHOના ૩૪ સભ્યો વાળા એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ ડો.હર્ષવર્ધનના  નેતૃત્વમાં ઈન્ટરનેશનલ હેલ્થ રિસ્પોન્સની નિષ્પક્ષ, સ્વતંત્ર અને વિસ્તૃત તપાસ થાય. સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પીડાય રહ્યું છે ત્યારે ભારતના સ્વાસ્થ મંત્રીશ્રી ડો. હર્ષવર્ધનને વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝમાં મહત્વપૂર્ણ સ્થાન મળતા વિશ્વભરમાં ભારતનું મહત્વ વધ્યું છે. આપને સૌ ભારતીય તરીકે પણ ગર્વ અનુભવીએ અને આગામી ત્રણ વર્ષ સુધી ભારત who મા નેતૃત્વ કરશે અને યોગ્ય નિર્ણય લઈને વારંવાર પોતાની અવળચંડાઇ કરતાં ચીનને નાથવામાં સફળતા મેળવશે એવી આશા રાખીએ.
  • પિન્કેશ પટેલ : “કર્મશીલ ગુજરાત” – નવામુવાડા, લુણાવાડા, મહીસાગર

Related posts

મિત્રતા એટલે પ્રેમ-લાગણી-મસ્તી-મદદ અને હૂંફનું હરતું ફરતું જીવંત સ્મારક…

Charotar Sandesh

ચરિત્રહીન ચંચલ “સેવક”ની દુષ્ટ ચેષ્ટાઓ… પ્રજા જેટલી વહેલી સમજી જાય તે રાષ્ટ્રહિત માટે જરૂરી

Charotar Sandesh

આકાશમાંથી ચંદ્રયાન-૨ પસાર થતાં ડરી ગયા ઓસ્ટ્રેલીયાના લોકો : કહ્યું- ‘એલિયન છે’

Charotar Sandesh