UAEમાં BAPSના વડા મહંત સ્વામીનું કરાયું ઉમળકાભેર સ્વાગત અને સન્માન

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામીનું 21 એપ્રિલના રોજ UAE કેબિનેટ મંત્રી અને મિનિસ્ટ્રી ઓફ ટોલરન્સનાં પ્રધાન શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન દ્વારા યોજાયેલી શાહી મજલીસમાં ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન દ્વારા અબુધાબીમાં BPAS મંદિર બનાવવામાં જ મદદ કરી હતી તે બદલ મહંત સ્વામીએ તેમને અમૃત કળશ અર્પણ કર્યો હતો. મુલાકાત બાદ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન દ્બારા જાતે વાહન ચલાવીને મહંત સ્વામીનું શેખ ઝાયેદ ગ્રાન્ડ મોસ્ક્યૂમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મસ્જિદના ડિરેક્ટર જનરલ એવા ડૉ. યુસુફ અલોબૈદલીએ મસ્જીિદના દ્રાર પર મહંત સ્વામી અને તેમની સાથે પધારેલા સંતોને આવકાર્યા હતા અને મહંત સ્વામી અને તેમની સાથે રહેલા સંતોને મસ્જીિદના વિવિધ પાસાઓથી માહિતગાર કરાવાયા હતા. ત્યારબાદ કીબ્લાની દીવાલ પર કુફિક લિપિમાં કોતરાયેલા અલ્લાના 99 નામ પર મહંત સ્વામીએ પ્રાર્થના કરી હતી. પ્રાર્થના બાદ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન દ્વારા મસ્જિદની માહિતી પુસ્તિકા મહંત સ્વામીને અર્પણ કરવામાં આવી હતી.