Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર ઓગસ્ટ માસમાં નવ દિવસ ઊજવણી કરશે

મુખ્યમંત્રી રૂપાણી

ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ઓગસ્ટ મહિનામાં નવ દિવસ તેની ઉજવણી કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સત્તાવાર જાણકારી આપી છે.

ગૃહ મંત્રી જાડેજાએ નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થવાના છે. આ સરકારના આ પાંચ વરસ આપણી સરકાર સૌના સાથ અને સૌનો વિકાસના ભાગરૂપે પાંચ વર્ષની ઉજવણી નહીં પરંતુ લોકોની જનભાગીદારીથી ઉપયોગી કાર્યો, સેવાઓ વધુ સઘન બનાવીને ગુજરાતના વિકાસની પ્રક્રિયાને આગળ લઈ જવા માટે ૧લી ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો રાજ્યના જુદા જુદા જિલ્લા તાલુકા અને જુદા જુદા વિસ્તારોમાં કાર્યક્રમો કરવામાં આવશે.

રાજ્યની સંયુક્ત સરકાર દ્વારાપાંચ વર્ષના શાસનમાં કરેલી યોજનાઓ અને વિકાસની પ્રક્રિયાને આગળ લઈ જવા માટે પાંચ વર્ષની ઉજવણી નહીં પણ વિકાસની કામગીરીને આગળ લઈ જવા માટે કાર્યક્રમો ઉજવાશે.

આ દરમિયાન કોરોનાની ગાઈડલાઈન અને સંખ્યાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાજ્યના મંત્રીઓ અને ચેરમેનો સંસદ સભ્યો ધારાસભ્યો અને સમાજના આગેવાનોને જોડાશે.

૧ ઓગસ્ટ જ્ઞાનશક્તિ સંદર્ભનો કાર્યક્રમ છે,૨ ઓગસ્ટ સંવેદના દિવસ તરીકે ઉજવાશે સેવા સેતુ ના માધ્યમથી ઉજવાશે,૩ ઓગસ્ટના રોજ કેબિનેટ બેઠક હોવાથી એ દિવસે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી,૪ ઓગસ્ટે મહિલાઓ નારી ગૌરવ દિવસ તરીકે ઉજવાશે,૫ ઓગસ્ટે કિસાન સમ્માન દિવસ તરીકે ઉજવાશે કિસાન સૂર્યોદય સાત પગલાં આકાશમાં યોજનાઓના સંકલન કરીને ઉજવાશે, ૬ ઓગસ્ટે યુવાનો જ નવા મૂડી રોકાણમાં આવે છે રોજગારી નો વ્યાપ વધ્યો છે આ યુવાનો સુધી લાભ પહોંચે,૭ ઓગસ્ટે વિકાસ દિવસ તરીકે ઉજવાશે કરેલા કામો અને કરવાના કામો ઉજવાશે,૮ ઓગસ્ટે ૫૦% નગરપાલિકા મહાનગરપાલિકામાં વસે છે જનસુખાકારી દિવસ તરીકે ઉજવાશે,૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે, જેમાં આદિવાસી વિસ્તારોમાં તાલુકાઓમાં અને જિલ્લાઓમાં આ કાર્યક્રમો કરવામાં આવશે.

Other News : રાજ્યમાં રવિવારે વેપારીઓને કોરોના વેક્સિન અપાશે : ના.મુખ્યમંત્રીની જાહેરાત

Related posts

ગુજરાતમાં એનસીપીનું હવે નવસર્જન થશે : શંકરસિંહ વાઘેલાના હાથમાં બાગડોર સોંપાઇ

Charotar Sandesh

ભાજપે અમદાવાદમાં કોરોનાના વધેલા કેસો માટે વિજય નેહરાને જવાબદાર ગણાવ્યાં…

Charotar Sandesh

ભાજપમાં ભરતીમેળો : આજે જયરાજસિંહ ર૦૦થી વધુ કાર્યકરો સાથે વાજતે-ગાજતે કેસરિયો ધારણ કરશે

Charotar Sandesh