Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયાને ૧-૦થી હરાવી સેમી-ફાઇનલમાં પહોંચી

મહિલા હોકી ટીમ

ટોક્યો ઓલિમ્પિક

ટોક્યો : ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્વાટર ફાઈનલમાં ભારતની જીત થઈ છે. પ્રથમ ક્વાર્ટરમાં બને ટીમો ગોલ કરી શકી નહોતી. બીજા ક્વલાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ ફટકારી ભારતને લીડ અપાવી હતી.

ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો ગોલ કરી શકી નહોતી. જેના કારણે ટીમ ઈન્ડિયા ત્રીજા ક્વાર્ટરની સમાપ્તિ વખતે ૧-૦થી આગળ હતી.

ટોક્યો ઓલિમ્પિકના ૧૧માં દિવસે મહિલા હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મ ળવીને ઈતિહાસ રચ્યો એ મેચમાં ગુરજીત કૌરે રંગ રાખ્યો હતો. ભારતની ગુરજીત કૌરે મેચની ૨૨મી મિનિટે ગોલ કરીને ૧-૦ની લીડ અપાવી હતી. ગુરજીતે ડાયરેક્ટ ફ્લિક વડે ગોલ કર્યો હતો. ઓલિમ્પિકમાં આ સાથે ભારતની મહિલા હોકી ટીમ પહેલી વાર સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. રવિવારે ભારતીય પુરૂષ ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી ૪૯ વર્ષ બાદ સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે તો આજે ભારતીય મહિલા હોકી ટીમે વિશ્વની દમદાર ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે રાની રામપાલની મહિલા હોકી ટીમ ભારતના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ટીમ બની ગઈ છે.

ભારતે બીજા ક્વાર્ટરની છઠ્ઠી મિનિટ પર પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને લીડ અપાવી હતી. ઓલિમ્પિકમાં ગુરજીતનો આ પ્રથમ ગોલ છે.

Other News : Tokyo Olympic માં નિષ્ફળ રહેનાર ભારતીય પિસ્તોલ શૂટર મનુ ભાકર દિલ્હી પરત ફરી

Related posts

પોલાર્ડ બન્યો વિન્ડીઝ ટીમનો વનડે-ટી૨૦ કેપ્ટન, હોલ્ડર-બ્રેથવેટની હકાલપટ્ટી…

Charotar Sandesh

ટિ્‌વટર #VirushkaDivorce ટ્રેન્ડ થતા ફેલાઈ કોહલી અને અનુષ્કાના છૂટાછેડાની અફવા…

Charotar Sandesh

કોરોના બાદ ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ સૌથી પહેલા ટ્રેનિંગ કેમ્પ લગાવીને પ્રેક્ટિસ કરી શરૂ…

Charotar Sandesh