Charotar Sandesh
ક્રાઈમ મધ્ય ગુજરાત

સ્વીટી પટેલનો પોલીસ પતિ અજય દેસાઈ જ હત્યારો નિકળ્યો : બંધ હોટેલ પાસે લાશ સળગાવી

સ્વીટી પટેલ

4 જૂનની રાત્રે સાડા બારે ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવી મારી નાંખી, બીજા દિવસે સાંજે લાશ બાળી

વડોદરા પોલીસે 45 દિવસ સુધી અંધારામાં ફાંફા માર્યા ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસમાં જ ભેદ ઉકેલી દીધો

અજય દેસાઈ અને સ્વીટી પટેલ જે ઘરમાં રહેતાં હતાં તેના બાથરુમમાંથી બ્લડ સેમ્પલ મળ્યાં

ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાયા બાદ અજય દેસાઈએ નાર્કોનો ઈનકાર કરતા અનેક તર્ક-વિતર્ક

વડોદરા : વડોદરા જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. આ કેસમાં આજે નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલની હત્યા PI પતિ અજય દેસાઈએ જ કરી છે.

આરોપી PI એ.એ.દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે.અજય દેસાઈએ પોતાના કરજણ સ્થિત ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં જ ગળાટૂંપો દઈ હત્યા કરી દીધી હતી. કરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલોમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે તકરાર થઈ હતી. ત્યાર બાદ રાતના 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુતું હતું ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધું હતું.સમગ્ર રાત દરમિયાન સ્વીટીની લાશ પ્રયોશા સોસાયટીના ઉપરના મકાનમાં આવેલા બેડરૂમમાં મુકી દીધી હતી.

PI એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.

Other News : રૂપાણી સરકાર ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરે : ગુજરાત હાઇકોર્ટ

Related posts

વડોદરામાં ૬૦ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ખંડણીખોરને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો…

Charotar Sandesh

તથ્ય પટેલે પૂરઝડપે કાર ચલાવીને કર્યો હતો અકસ્માત : જેગુઆરની સ્પીડ અંગે FSL રિપોર્ટ જાહેર, જુઓ

Charotar Sandesh

૩૧ ઓક્ટોબરના સરદાર પટેલ જયંતિ નિમિત્તે ઉમરેઠ ખાતેથી ૫૦ કારની રેલી અમદાવાદ જવા નીકળી

Charotar Sandesh