Charotar Sandesh
સ્પોર્ટ્સ

સુરેશ રૈનાએ પોતાનાં જીવન અને કારકિર્દી અંગેની બુક લોન્ચ કરી, ધોની-વિરાટ અંગે ઘટસ્ફોટ

સુરેશ રૈના
સુરેશ રૈનાએ પોતાનાં જીવન અને કારકિર્દી અંગે એક બુક લોન્ચ કરી છે. આ બુકને વાચકો તરફથી સારી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે

ન્યુ દિલ્હી : સુરેશ રૈનાએ ધોની અને આઈપીએલ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું, જો ધોની આઈપીએલની બીજી સીઝન નહીં રમે તો હું પણ આઈપીએલ રમવાનું છોડી દઇશ. આની સાથે રૈનાએ ડેબ્યુ મેચ પહેલાં તેની સાથે થયેલા રેગિંગના કિસ્સા સહિત ફેવરિટ કેપ્ટન અને વિરાટ કોહલીની કેપ્ટનશિપ અંગે પણ વાતચીત કરી હતી.

સુરેશ રૈનાને આ બુક લખતાં ૫થી ૬ મહિના લાગ્યા હતા

સુરેશ રૈનાએ પોતાનાં જીવન અને કારકિર્દી અંગે એક બુક લોન્ચ કરી છે. આ બુકને વાચકો તરફથી સારી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. સુરેશ રૈનાને આ બુક લખતાં ૫થી ૬ મહિના લાગ્યા હતા. રૈનાએ જણાવ્યું, આ બુક લખવા પાછળ મારો એક જ ઉદ્દેશ હતો કે હું તમામ પ્રશંસકોને થેન્ક્‌્યુ કહું અને મારા જુનિયર સાથી ખેલાડીઓને આનાથી પ્રેરણા મળે. સુરેશ રૈનાએ રેગિંગનો કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું, હું જ્યારે ટીમમાં જોડાયો ત્યારે રાહુલ દ્રવિડ કેપ્ટન હતા. હું ડ્રેસિંગ રૂમમાં જ્યારે એન્ટર થયો ત્યારે યુવરાજ સિંહે મને પૂછ્યું હતું, મારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? એ સમયે રૂમમાં ઈન્ડિયન ટીમના મોટા ભાગના દિગ્ગજ ક્રિકેટરો હાજર હતા. ત્યારે સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ સહિત ઘણા ક્રિકેટર્સ મારા જવાબનો વેઈટ કરી રહ્યા હતા.

યુવરાજ સિંહના સવાલનો જવાબ આપતાં સુરેશ રૈનાએ જણાવ્યું, મને રાહુલભાઈ વધારે પસંદ છે. ત્યારે અન્ય ક્રિકેટર્સે પૂછ્યું કે તને હું નથી ગમતો કે શું? રૈનાએ પોતાનો રમૂજી રેગિંગનો કિસ્સો શેર કર્યો હતો.

સુરેશ રૈનાએ રાહુલ દ્રવિડ અંગે રસપ્રદ કિસ્સો શેર કર્યો. તેણે કહ્યું, એ સમયે હું પહેલીવાર ઈન્ડિયન ટીમ સાથે કોઈ ટૂરમાં ગયો હતો. ત્યારે મેં એક ટી-શર્ટ પહેર્યું હતું, જેની કેપ્શન રાહુલ દ્રવિડને નહોતું ગમ્યું. રાહુલ દ્રવિડે ત્યારે રૈના પાસે આવીને ઠપકો આપતાં પૂછ્યું હતું કે તને ખબર પણ છે તારી ટીશર્ટ પર શું લખ્યું છે.

રૈનાએ કહ્યું- ના, રાહુલભાઈ, મને નથી ખબર, પણ આ મારું ફેવરિટ ટીશર્ટ છે. રાહુલ દ્રવિડે ત્યારે ગુસ્સામાં કહ્યું હતું કે તું અત્યારે ઈન્ડિયન ટીમનો ભાગ છે. આવું પહેરવું તને શોભા નથી આપતું. રૈનાએ તાત્કાલિક એ ટીશર્ટ ચેન્જ કરી દીધું હતું અને ત્યારે તેને જાણ થઈ હતી કે ઈન્ડિયન ટીમના ખેલાડીઓએ કેવા પ્રકારનાં કપડાં પહેરવાં જોઇએ. રૈનાએ દ્રવિડને શિસ્તબદ્ધ, દિગ્ગજ અને ક્લાસી કેપ્ટન પણ કહ્યો.

Other News : ભારત-શ્રીલંકા વન-ડે સીરીઝની તારીખ જાહેર, ૧૮ જૂલાઈએ રમાશે પહેલી મેચ

Related posts

IND vs ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડીયાએ અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને ૩૬ રનથી હરાવ્યું…

Charotar Sandesh

ભારતીય ક્રિકેટ બૉર્ડની કમાન ‘દાદા’ના હાથમાં…

Charotar Sandesh

અંતિમ ટી-૨૦માં શ્રીલંકાને ૩ વિકેટે હરાવી વે.ઇન્ડિઝે ૨-૧થી શ્રેણી જીતી…

Charotar Sandesh