શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના સપોર્ટમાં બોલી રાખી સાવંત

8
રાખી સાવંત

મુંબઈ : અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની સોમવારે ધરપકડ કરાયા બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રાજ કુન્દ્રાના ૨૩મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનો દાવો કર્યો છે. ગઈકાલે સાંજે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલે રાખી સાવંતની પ્રતિક્રિયા આવી છે. તેણે કહ્યું કે કોઈ શિલ્પા શેટ્ટીનું નામ ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યું છે.

રાખી સાવંતને હાલમાં જ મુંબઈમાં સ્પોટ કરવામાં આવી અને જ્યારે તેને રાજ કુંદ્રાના કેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ’તમને નથી લાગતું કે શિલ્પા શેટ્ટીએ ઈન્ડસ્ટ્રીમાં ઘણું હાર્ડ વર્ક કર્યું છે. કોઈ તેમનું નામ ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તેઓને એક સારું જીવન જીવવા નથી દેતા. તેમના પરિવારમાં દખલ કરીને કોઈ તેઓને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. હું માની જ નથી શકતી કે રાજ કુન્દ્રાજીએ આવું કશું કર્યું હશે. રાજ કુન્દ્રા એક આદરણીય વ્યક્તિ છે. શિલ્પા શેટ્ટીના પતિ છે. આપણે તેમની રિસ્પેક્ટ કરવી જોઈએ.’

રાખી સાવંતે વધુમાં જણાવ્યું કે ’તેઓ એક બિઝનેસમેન છે. કોઈ તેમને બ્લેકમેઈલ કરી રહ્યું છે અને શિલ્પા શેટ્ટીનું નામ ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તેઓને શાંતિથી જીવવા દો. તેઓના સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તમે એક હસતા-રમતા પરિવારને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છો.’

Related News : પોર્નોગ્રાફિક મામલો : શિલ્પ શેટ્ટીનો પતિ રાજકુન્દ્રા ૨૩ જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં