અડાસ સર્વોદય કુમાર શાળા ખાતે જળસંચય માટે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેનો પ્રોજેક્ટ કરાયો

170
કુમાર શાળા

આણંદ : જળ એ જ જીવન ના મંત્રને સાકાર કરવાના ભાગરૂપ સર્વોદય કુમાર શાળા, અડાસમાં જળસંચય માટે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેનો પ્રોજેક્ટ સર્વોદય કુમાર શાળા અડાસમાં શ્રીમતી નીપા કમાલ પટેલ દ્વારા કરવામાં આવ્યો.

જે બદલ સમગ્ર શાળા પરિવાર અને એસએમસી સભ્યો તેમજ અડાસના સરપંચશ્રી શિલ્પાબેન રાજ ઉપસ્થિત રહ્યા. કુમાર શાળા અડાસના આચાર્યશ્રીએ શ્રીમતી નીપા કમાલ પટેલનો આભાર વ્યક્ત કર્યો. પ્રોજેક્ટ દ્વારા શાળાના બાળકો પણ પાણીના સંગ્રહનું મહત્ત્વ સમજે તે મુખ્ય હેતુ છે.

  • Jignesh Patel, Anand

 

Other News : બ્રેકિંગ : ગેંગસ્ટર રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં હાજર કરાયો : પ્રથમ વખત કોર્ટ રાત્રે ખૂલી