Charotar Sandesh
ગુજરાત

ખાનગી સંચાલકોનું અલ્ટિમેટમ, ’બે દિવસમાં પરમિશન ન આપે તોપણ શાળા શરૂ કરી દઈશું’

વિદ્યાર્થીઓ

સુરત : કોરોના સંક્રમણને પગલે ઘણા સમયથી બંધ શાળાઓ ફરી શરૂ કરવા દેવાની માગ ઊઠી છે. સ્વનિર્ભર શાળા-સંચાલકો દ્વારા કોરોનાની બીજી લહેર સમાપ્ત થતાં જ ફરીથી શાળાઓ ખોલવા દેવાની માગ કરાઈ છે.

શાળા-સંચાલકોએ કહ્યું હતું કે સરકાર ત્રીજી લહેરની રાહ જોવાની માનસિકતા ખોટી રાખી રહી છે.

હાલ દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થઇ ગયા બાદ પણ શૈક્ષણિક કાર્ય શરૂ ન થતાં ખાનગી શાળાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બધું જ અનલોક થયું છે. ક્લાસીસને પરમિશન મળી છે ત્યારે શાળાઓને કેમ નહીં-એવા સવાલ સાથે ડીઈઓને રજૂઆત કરાયા બાદ શાળા-સંચાલકોએ ઉમેર્યું હતું કે બે દિવસમાં પરમિશન ન મળે તો ગુરુવારથી વાલીઓ અને વિદ્યાર્થીઓની મંજૂરીથી શાળાઓ શરૂ કરી દઈને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.

શાળા-સંચાલકોએ કહ્યું હતું કે કોરોના સંક્રમણ ઓછું થતાં સરકારે ધીરે ધીરે મોટા ભાગનાં ક્ષેત્રો અનલોક કર્યાં છે, જેમાં સરકારે અંતિમ તબક્કામાં સ્વિમિંગ પૂલ, સરકારી શાળાઓ, થિયેટર પણ શરૂ કરવાની મંજૂરી આપી છે. તો ખાનગી શાળા શરૂ કરવા માટે સરકાર કેમ ઉદાસીન જણાઈ રહી છે. ખાનગી શાળાના સંચાલકોનું માનવું છે કે સરકાર જે પ્રકારની ગાઈડલાઈન્સ આપે એને અનુસરવા માટે અમે બંધાયેલા છે. તમામ નીતિ-નિયમોને ધ્યાનમાં રાખીને જ શાળા શરૂ કરવા માટે પણ અમે તૈયાર છીએ.

ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ શરૂ કરવામાં આવે એ પ્રકારે ઝડપથી નિર્ણય લેવો જરૂરી છે. ઓફલાઈન શિક્ષણ કરાવવું વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી છે, કારણ કે, ઘણી એવી ગામડાંની સ્કૂલો છે, જ્યાં ઇન્ટરનેટ સહિતની સુવિધાઓનો નથી. એને કારણે ત્યાં પણ બાળકો યોગ્ય રીતે શિક્ષણ મેળવી શકતાં નથી. કોરોના સંક્રમણ નહિવત્‌ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, ત્યારે સરકારે ઝડપથી આ દિશામાં નિર્ણય લેવો જોઈએ.

Other News : સરકાર આ જોજો : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ-રવિ ૫૦ હજારથી વધુ લોકો આવ્યા

Related posts

રાજ્યમાં હિટવેવની સાથે હવે માવઠાની આગાહી : આ શહેરોમાં કમોસમી વરસાદની સંભાવના

Charotar Sandesh

સમગ્ર ગુજરાત બન્યું કોરોનાગ્રસ્ત, હવે અમરેલીમાં પણ વાયરસનો પગપેસારો…

Charotar Sandesh

રાજ્યમાં આજથી ૧૦ ઓગષ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh