આણંદની પીએમ પટેલ લૉ કોલેજના આચાર્ય પીએચડી થયા

54
આણંદ

આણંદ : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી દ્વારા સંચાલિત શ્રી પી એમ પટેલ કોલેજ ઓફ લૉ એન્ડ હ્યુમન રાઈટ્‌સ, આણંદના ઇન્ચાર્જ આચાર્ય પ્રકાશકુમાર રમણભાઈ ઠાકોર પીએચડી થયા છે. ધ પાર્લામેન્ટરી પ્રિવીલેજ એન્ડ સુપ્રિમ કોર્ટ ઓન મેકીંગ એન્ડ એમેન્ડીંગ ધ લૉ ઈન ઈન્ડિયા (સંસદના વિશેષાધિકાર અને કાયદાઓ બનાવવા અને સુધારવા ઉપર સર્વોચ્ચ અદાલતનું નિરીક્ષણ) વિષય ઉપર સી.યુ. શાહ યુનિવર્સિટી, સુરેન્દ્રનગર ખાતે ૨૦૧૬માં જોડાયા હતા અને ગોકુલ ગ્લોબલ યુનિ. ના એસો. પ્રો. ડૉ ભરત રોજાસરાના માર્ગદર્શન હેઠળ આ અભ્યાસ પૂર્ણ કરેલ છે.

આ સિધ્ધિ માટે આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), સીઈઓ ડૉ પાર્થ બી. પટેલ અને રજીસ્ટ્રાર ડૉ ઈશિતાબેન પી. પટેલ એ અભિનંદન આપીએ શુભેચ્છાઓ પાઠવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકાશકુમાર ઠાકોર વર્ષ ૨૦૧૪ થી આ સંસ્થા સાથે જોડાયેલા છે અને તેમણે બિઝનેસ લૉ સાથે ડબલ એલએલએમ પૈકી ક્રીમીનલ લૉ આ સંસ્થામાંથી કરી ડિસ્ટીકશન મેળવેલ, તે પછી ૨૦૧૬માં પીએચડીના અભાસક્રમ માટે જોડાયા હતા.

વધુ ગૌરવની વાત એ કે, વર્ષ ૨૦૧૫માં તેમણે લૉ ટીચર્સની ચૂંટણીમાં ટીચર્સ ફેકલ્ટી કોન્સટીટ્ય્‌ન્સી્‌માંથી ૧ વોટથી ઐતિહાસિક ગૌરવવંતી જીત મેળવી હતી. પ્રકાશભાઈ ઠાકોર એ સર્ટીફીકેટ સાથે એનસીસી બેસ્ટ કેડેટનું સન્માન મેળવી ચૂક્યા છે તથા ખેડા જિલ્લા ભાજપ કારોબારીમાં સભ્ય તરીકે અને નડિયાદ તા. ભાજપ મહામંત્રી પદે પણ સેવા આપી હતી. આ સફળતા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી પરિવાર માટે ગૌરવની બાબત છે.

Related News : એનસીસી દ્વારા આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલનું સન્માન કરાયું