PM મોદી અને શાહ સામે આચારસંહિતા મામલે કાર્યવાહી કરવા કોંગ્રેસની સુપ્રીમમાં અરજી

મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને BJP અધ્યક્ષ અમિત શાહ સામે કથિત રીતે આચારસંહિતાના ઉલ્લંઘન મામલે ચૂકાર્યવાહી ન કરવા પર ચૂંટણી પંચ સામેસુપ્રીમ કોર્ટ પહોંચી છે, કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, PM મોદી અને અમિત શાહ સામે 24 કલાકમાં કાર્યવાહી અને નિર્ણય કરવાનો નિર્દેશ આપવો જોઇએ. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

સુપ્રીમ કોર્ટ સોમવાર જણાવ્યું હતું કે તે કથિત રીતે ચૂંટણી ઝુંબેશ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને BJP અધ્યક્ષ અમિત શાહ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવા બદલની અરજી પર મંગળવારે સુનાવણી કરવામાં આવશે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના વડપણ હેઠળની પીઠે કહ્યું કે સુષ્મિતા દેવ દ્વારા કરવામાં આવેલી અરજી પર મંગળવારે સુનાવણી કરવામાં આવશે. સુષ્મિતા દેવ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ. એમ સિંઘવી આક્ષેપ કર્યો હતો કે PM મોદી અને શાહ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું અને ચૂંટણી પંચ પોતાની ફરિયાદ પર કોઇ કાર્યવાહી કરી રહી નથી.

સિંઘવીએ જણાવ્યું હતું કે દેશમાં ચાર અઠવાડિયા આચાર કોડ અમલમાં આવી છે. વડાપ્રધાન અને શાહ કથિત આચાર સંહિતાનો ભંગ કરે છે. આ અંગે બેંચે જણાવ્યું હતું કે આ કેસ મંગળવારે સુનાવણી કરવામાંઆવશે.