OMG… સોના મોહપાત્રાએ અનુ મલિકને ‘ગટરનો ઉંદર’ કહ્યો..!!

’મી ટુ’ મૂવમેન્ટ હેઠળ લાગેલા યૌન શોષણના આરોપો બાદ અનુમલિકને ઇન્ડિયન આઇડલ શોથી નીકાળી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે સાંભળવામાં આવી રહ્યું છે કે નવી સીઝનની સાથે અનુ મલિક પણ વાપસી કરવાના છે.આ ખબરથી અનુ મલિક પર આરોપ લગાવનારી સોના મોહપાત્રા ગુસ્સામાં છે. તેની નારાજગી વ્યક્તિ કરતા સોનાએ એક ટ્‌વીટ કર્યું. આ ટ્‌વીટમાં તેને અનુ મલિકને ગટરનો ઉંદર કહ્યો છે.
સોનાએ લખ્યું, સોની ટીવી દ્વારા એક વર્ષની અંદર અનુ મલિકને ફરીથી ‘ઇન્ડિયન આઇડલ’ પર બોલાઇ લેવા તે લોકોના મોં પર લાફા સમાન છે. જે ભારતમાં તેના બાળક માટે એક બેસ્ટ અને સુરક્ષિત ભવિષ્ય ઇચ્છે છે. તેની સાથે તેણે લખ્યું. સોનાએ અનુ મલિકને ગટરનો ઉંદર કહેતા લખ્યું કે, ઉંદર ગટરમાં વાપસી કરી રહ્યો છે.
સોના મોહપાત્રાની પોસ્ટ પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ જોવા મળી રહી છે. જેમા એક યુઝર્સે લખ્યું કે આ દેશ માટે શરમની વાત છે જ્યારે અનુ મલિક જેવા લોકોને આગળ વધારવામાં આવે છે. અર્જુન મલિકે સોનાન ટ્‌વીટ પર જવાબ આપતા શુઅરની તસવીર પોસ્ટ કરી છે. જણાવી દઇએ કે સોના મોહપાત્રા સિવાય શ્વેતા પંડિતે પણ અનુ મલિક પર ખરાબ વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો.