પ્રેક્ટિસ મેચ છોડીને રોહિત-રહાણે ભારત-શ્રીલંકાની મેચ જોતા જોવા મળ્યા

10
ભારતે

લંડન : ભારતે શ્રીલંકાને બીજી વન-ડેમાં ૩ વિકેટથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં જીત પ્રાપ્ત કરી. ભારતે ૨૭૬ રનનો ટાર્ગેટ ચેઝ કરતાં ૧૯૩ રન પર ૭ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે પછીથી દીપક ચહર અને ભુવનેશ્વર કુમારે શ્રીલંકા પાસેથી જીત છીનવી લીધી.

આ બંનેએ ૮૪ રનની અણનમ પાર્ટનરશિપ કરી. જીત પછી ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને શો ચહરને અભિનંદન આપવા ડગ આઉટથી દોડી પડ્યા. આ તમામ જીતના હીરો એવા ચહરને ભેટી પડ્યા.

ભારતની એક ટીમ શિખર ધવનની કેપ્ટનશિપમાં શ્રીલંકાની વિરુદ્ધ રમી રહી છે, જ્યારે રોહિત શર્માની કેપ્ટનશિપમાં બીજી ટીમ ઈંગ્લેન્ડ કાઉન્ટી-ઠૈંની વિરુદ્ધ ડરહમમાં પ્રેક્ટિસ મેચ રમી રહી હતી. જોકે રોહિત, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, ઉમેદ યાદવ, મયંક અગ્રવાલ અને હનુમા વિહારી તે મેચને છોડીને ભારત-શ્રીલંકાની મેચ જોતા જોવા મળ્યા.

Other News : ઋષભ પંતનો ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ, ટૂંક સમયમાં ટીમમાં સામેલ થઈ શકે