Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇસીસી રેન્કીંગમાં કોહલી પાંચમા ક્રમે યથાવત, રૃટ બીજા ક્રમે : રાહુલની ૧૯ ક્રમની છલાંગ

આઇસીસી રેન્કિંગ (ICC ranking)

દુબઈ : ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં લડાયક દેખાવ કરતાં આખરી દિવસે બાજી પલ્ટી નાંખતાં લોર્ડ્‌ઝ ટેસ્ટમાં યાદગાર જીત હાંસલ કરી હતી.

અલબત્ત, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હજુ તેનું આગવું ફોર્મ મેળવી શક્યો નથી

ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં તે પહેલા જ બોલ પર શૂન્ય પર આઉટ થયો હતો. જે પછી બીજી ટેસ્ટમાં તેણે અનુક્રમે ૪૨ અને ૨૦ રન નોંધાવ્યા હતા. કોહલી તેના કથળેલા ફોર્મને કારણે રેન્કિંગ માં પાંચમા સ્થાને જૈસે થૈ ની સ્થિતિમાં છે. જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૃટે સળંગ બે ટેસ્ટમાં સદી ફટકારતાં ટેસ્ટ રેન્કિંગમાં બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. કોહલીની સાથે સાથે રોહિત શર્મા અને રિષભ પંતે પણ આઇસીસી રેન્કિંગ (ICC ranking) માં છઠ્ઠુ અને સાતમું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે કે.એલ. રાહુલે લોર્ડ્‌ઝ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારતાં આઇસીસી રેન્કિંગ (ICC ranking)માં ૧૯ સ્થાનની છલાંગ લગાવી હતી. લોર્ડ્‌ઝ ટેસ્ટના પ્રારંભે રાહુલનું આઇસીસી રેન્કિંગ (ICC ranking) ૫૬મું હતુ. જ્યારે શતકીય ઈનિંગ બાદ તે હવે ૩૭માં ક્રમે આવી ગયો છે. તેણે લોર્ડ્‌ઝમાં રમાયેલી બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૨૫૦ બોલનો સામનો કરતાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૨૯ રન ફટકાર્યા હતા.

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૃટે ભારત સામેની શ્રેણીની સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારતાં રેન્કિંગમાં બીજુ સ્થાન હાંસલ કરી લીધું છે. રૃટે ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન સ્ટીવ સ્મિથને ત્રીજા ક્રમે ધકેલ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો જ લાબુશૅન ચોથા ક્રમે ફેંકાયો હતો. ન્યૂઝિલેન્ડનો કેપ્ટન વિલિયમસન ૯૦૧ રેટિંગ સાથે ટોચના સ્થાને છે. જ્યારે રૃટ તેના કરતાં આઠ રેટિંગ પોઈન્ટ્‌સ પાછળ છે અને બીજા ક્રમે છે.

Related News : વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે ચોથા નંબરે પહોંચયો

Related posts

આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડકપઃ ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કૌર કેપ્ટન

Charotar Sandesh

ISIS તરફથી ગૌતમ ગંભીરને સતત ત્રીજી વખત ઈમેઈલ દ્વારા ધમકી મળી

Charotar Sandesh

સુશાંત આત્મહત્યા કેસમાં CBI માંગ સાથે નીતિશ કુમારને મળ્યા શેખર સુમન…

Charotar Sandesh