KKR સામેની મેચમાં સ્ટમ્પ પર બેટ મારવું રોહિત શર્માને પડ્યું મોંધુ, મળી આ સજા

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને કોલકાત્તા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં આઉટ થયાં બાદ બેટ સ્ટમ્પ પર મારવાના લીધે મેચ ફીના 15% દંડ ફડકારવામાં આવ્યો છે. રોહિત શર્માએ ઇડન ગાર્ડન પર રવિવારની મેચમાં LBW આઉટ કરાર અપાયા બાદ નોન-સ્ટ્રાઇક પર જઇને સ્ટમ્પ પર બેટ મારીને IPLની આચારસંહિતાનું ઉલ્લંધન કર્યું હતું.

મુંબઇ ઇન્ડિયન્સે આ મેચ 34 રનથી ગુમાવી હતી. કોલકાત્તા નાઇટ રાઇડર્સે આ મેચમાં સતત છ મેચ બાદ જીત મેળવી હતી. રોહિત શર્માને IPL આચાર સંહિતાના લેવલ 2.2 હેઠળ દોષી ગણવામાં આવ્યાં છે. IPL ના નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, રોહિત શર્માને IPL આચારસંહિતાના લેવલ 2.2ને સ્વીકાર કર્યો છે અને તેમણે આ દંડ મંજૂર કર્યો છે.ઉલ્લેખનીય છે કે મુંબઇ ઇન્ડિયન્સ 233 રનનો પીછો કરવા ઉતરી હતી, પરંતુ રોહિત શર્મા જલદી આઉટ થઇ જતાં નિરાશ થયો હતો. ગર્નરીના બોલ પર LBW આઉટ થતાં રોહિત શર્માએ DRSનો ઉપયોગ કર્યો હતો, પરંતુ નિર્ણય ન બદલાતા રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરતા સ્ટમ્પ પર બેટ મારી હતી. આ પહેલા રોહિત પર સ્લો ઓવર રેટના લીધે પણ 12 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે.