JP ઉમેદવાર ગંભીર સામે ચૂંટણી પંચે કેસ દાખલ કરવા પોલીસને આપ્યો આદેશ

outlookindia.com

પૂર્વી દિલ્હીથી BJP ના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર એક પછી એક મુશ્કેલીમાં મૂકાઇ રહ્યાં છે. કેન્દ્રીય ચૂંટણી પંચે દિલ્હી પોલીસને આદેશ કર્યો છે કે ગૌતમ ગંભીર સામે પરવાનગી વિના ચૂંટણી રેલી યોજવા માટે કેસ દાખલ કરવામાં આવે. ગૌતમ ગંભીરે 25 એપ્રિલના રોજ દિલ્હીના જંગપુરામાં ગૌતમ ગંભીરે એક રેલીનું આયોજન કર્યું હતું જેને પ્રશાસન દ્વારા પરવાનગી મળી ન હતી.ક્રિકેટરથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીર પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે કહ્યું કે, ગંભીરને પરવાનગી વિના રેલી આયોજિત કરવા ખાતર કાર્યવાહીનો સામનો કરવો પડશે. ચૂંટણી પંચે કહ્યું કે, 25 એપ્રિલે રેલી માટે મંજૂરી ન લઇને ગૌતમ ગંભીરે આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે. આ સાથે ચૂંટણી પંચે પૂર્વી દિલ્હીના રિટર્નિંગ ઓફિસરને ગૌતમ ગંભીર સામે કેસ દાખલ કરાવવાં માટે આદેશ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અતિશી મર્લેને પણ ગૌતમ ગંભીર સામે એકથી વધારા વોટર ID કાર્ડ રાખવાનો આરોપ લગાવીને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં મામલો દાખલ કરાવ્યો છે. ગંભીર પર રાજેન્દ્રનગર અને કરોલબાગ એમ બે જગ્યાઓના વોટર ID કાર્ડ હોવાનો દાવો AAP ઉમેદવારે કર્યો છે.