Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં બીજા વર્ષે પણ જન્માષ્ટમીના લોકમેળા નહીં યોજાય : સીએમ રૂપાણીની જાહેરાત

સીએમ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે કોઈ પણ રીતે ભીડ ભેગી થાય તેવા આયોજનને સરકાર મંજૂર નહીં આપે

ગાંધીનગર : ગુજરાતમાં સતત બીજા વર્ષે જન્માષ્ટમીના પર્વ પર લોકમેળ નહીં યોજવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હોવાનું સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં શ્રાવણ માસમાં લોકમેળાનું અનેરું મહત્વ રહેલું છે. જો કે કોરોનાની પ્રથમ લહેર વખતે રાજકોટ સહિત રાજ્યમાં તમામ સ્થળે લોકમેળા નહીં યોજવાનો સરકારે નિર્ણય કર્યો હતો.

જ્યારે હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાને પગલે કોઈ રીતે ભીડ ભેગી થાય એવા આયોજનોને મંજૂરી નહીં અપાય તેમ સીએમ રૂપાણીએ જાહેરાત કરી હતી.

રાજ્યમાં કોરોનાના કેસો માંડ અંકુશમાં આવ્યા છે અને સંભવિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે લોકમેળા યોજવા પર સતત બીજા વર્ષે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય સરાકે હાલમાં કોરોના નિયંત્રણોમાં વ્યાપક છૂટછાટ આપી છે જેમાં વોટર પાર્ક અને સ્વિમિંગ પુલને ૨૦ જુલાઈથી ૬૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવા મંજૂરી આપી છે. આ ઉપરાંત જીમ, મલ્ટિપ્લેક્સને પણ મંજૂરી આપવામાં આવી છે.

જો કે આ તમામ સ્થળે કોરોના પ્રોટોકોલનું પાલન અનિવાર્ય છે. પરંતુ લોકમેળામાં હૈયેહૈયુ દાળય તેટલી ભીડ ઉમટતી હોવાથી કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા લોકમેળા નહીં યોજવાનો સીએમ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

Other News : રાજ્યમાં ૫ દિવસ ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

Related posts

ત્રીજીવાર બિન સચિવાલયની પરીક્ષા રદ થતા યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કર્યું

Charotar Sandesh

અમેરિકન સમુદાયના અગ્રણી નેતા રમેશ પટેલનું કોરોનાથી કરૂણ મોત…

Charotar Sandesh

ગુજરાતમાં આરોગ્યની સેવાઓ માટે ’104’ Health Helpline શરૂ કરાશે…

Charotar Sandesh