Charotar Sandesh
ગુજરાત

વિકાસની વણઝાર કયારેય થોભશે નહીં તેની હું ખાતરી આપું છું : અમિત શાહ

અમિત શાહ
અમિત શાહે અમદાવાદમાં ૧૯૨.૩૮ કરોડના ૯ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

અમદાવાદ : અમદાવાદમાં આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમા કોર્પોરેશન, ઔડા અને રેલ્વેના કામોનુ તેમણે લોકાર્પણ કર્યું. આ દરમિયાન શહેરના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, શહેરના મેયર અને ચેરમેન પણ હાજર રહ્યા હતા. અગાઉ પણ જ્યારે તેઓ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે ૨ ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું.

અમિત શાહે આજે ૨૪૪ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. જેમા તેમણે સિવિક સેન્ટર પણ આજથી ખુલ્લું મુક્યું છે. જે સિવિક સેન્ટરનું તેમણે લોકાર્પણ કર્યું છે તે સિવિક સેન્ટર ઐડા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

૩૦ વર્ષ સુધી પાણીની તકલીફ ન પડે એનું ધ્યાન રખાયુ છે, ૩૫ હજાર લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે, રસીને લઇ મૂંઝવણ આપણે દૂર કરવી જોઇએઃ અમિત શાહ

આજે અમિત શાહ અમદાવાદમાં ૧૯૨.૩૮ કરોડના ૯ વિકાસ કર્યોનું લોકપર્ણ કર્યું. જેમાં બોપલ સિવિક સેન્ટર, લાયબ્રેરી, ગોતા કોમ્યુનિટી હોલ, વોટર ડિસ્ટ્રી બ્યુશન સ્ટેશન, વેજલપુર કોમ્યુનિટી હોલ, સબઝોનલ ઓફિસનું લોકપર્ણ કર્યું. સાથે જ ૧૨૮.૩૯ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.

જેમાં ઘુમા વોટર સપ્લાય પ્રોજેક્ટ, જલજીવન મિશન હેઠળ સીડબલ્યુપીએચ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. સાથે જ ૩૪ કરોડના સાણંદ બાવળાના વિકાસ કાર્યોનું પણ લોકાપર્ણ કરાયું.

સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરીને અમિત શાહે લોકોને કહ્યું કે આવનારા ૩૦ વર્ષ સુધી લોકોને પાણી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે.

વધુંમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં તેમજ તેઓ વડાપ્રધાન બન્યા ત્યારબાદ સતત ગુજરાતનો વિકાસ થયો છે. તેમણે એવું પણ કહ્યું કે કોઈ પણ પ્રકારના આંદોલન વગર આ વિસ્તારમાં ૧૦૦ કરોડના વિકાસના કામો થયા છે.

ગૃહમંત્રી અમિતશાહે સ્પીચ આપતી વખતે એવું પણ કહ્યું હતું કે ગરીબ બાળકોને વાંચવા માટે તકલીફ ન પડે તે માટે માટે લાયબ્રેરી બનાવમાં આવી, તેમજ તેમણે કહ્યું કે ૨૯ કરોડના ખર્ચે અમદાવાદ શહેરનાં ચાંદલોડીયા વિસ્તારમાં નવું રેલ્વે સ્ટેશન પણ બનાવામાં આવ્યું છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે ૨૦૨૪ સુધી વિકાસના બધા કામો અગ્રેસર રહેશે.

Other News : ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન, ૩૧ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

Related posts

ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે આરોગ્યની ચકાસણી કરાઈ ફરજિયાત…

Charotar Sandesh

ગુજરાતમાં માસ્કના દંડમાં રાહત આપવાની તૈયારીમાં રુપાણી સરકાર : દંડ ૫૦૦ કરવા તૈયાર…

Charotar Sandesh

પતંગ રસિકો માટે ખુશ ખબર ! બજારમાં ઓટોમેટિક ફીરકી આવી, જુઓ વિગત

Charotar Sandesh