Charotar Sandesh
ગુજરાત

સોમવારથી ધોરણ ૯થી ૧૧નાં બાળકોને આ પદ્ધતિથી ભણવું પડશે, સ્કૂલોનો મહત્વનો નિર્ણય

વિદ્યાર્થીઓ
સંચાલકોના ભારે દબાણ અંતે સરકારે સ્કૂલોને મંજૂરી આપી દીધી : ઓડ-ઈવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવાશે

ગાંધીનગર : ધો.૧૨ની સ્કૂલો બાદ હવે ધો.૯થી૧૧ની સ્કૂલો પણ ઓફલાઈન શિક્ષણ માટે ૨૬મી જુલાઈથી શરૃ થશે. આજે મળેલી સરકારની કેબિનેટ મીટિંગ બાદ કોર કમિટીની મીટિંગમાં નિર્ણય લેવાયો હતો અને ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને કલાસરૂમ શિક્ષણ માટે મંજૂરી આપવામા આવી છે.

કોરોના ઓસરતાં જ ધોરણ ૧૨ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. એની સાથે હવે ૨૬ જુલાઈથી ધોરણ ૯થી ૧૧ના વર્ગો પણ શરૂ થવાના છે. ત્યારે સ્કૂલોમાં ૫૦ ટકાની કેપેસિટીને કારણે ધોરણ ૯થી ૧૧ના વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની જેમ સ્કૂલમાં ઓડ-ઈવન પદ્ધતિથી ભણવું પડશે. સોમવાર, બુધવાર અને શુક્રવારે અલગ વિદ્યાર્થીઓ અને મંગળવાર, ગુરુવાર તથા શનિવારે અલગ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ મેળવશે.

કોરોનાને કારણે વર્ગમાં કેપેસિટી સાથે જ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારે ધોરણ ૧૨ના વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની ૫૦ ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. જ્યારે અન્ય ૫૦ ટકાને બીજા દિવસે બોલાવવામાં આવે છે, એટલે કે એક વિદ્યાર્થી જે દિવસે આવે તેના બીજા દિવસે વિદ્યાર્થીને આવવાનું રહેતું નથી. બીજા દિવસે અન્ય વિદ્યાર્થીઓ આવે છે, જે બાદ ત્રીજા દિવસે ફરીથી પહેલા દિવસે આવેલા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આમ, ઓડ ઈવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે અને આ પદ્ધતિથી જ ૯થી ૧૧ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.

Other News : ગુજરાત સરકારે ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓનાં હિતમાં લીધો આ મહત્વનો નિર્ણય

Related posts

શાળાઓનું વેકેશન નહીં લંબાવાય..!! ૧૩-૧૫મી જૂન દરમિયાન પ્રવેશોત્સવ ઉજવાશે…

Charotar Sandesh

નવા વર્ષની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થાય તેવી સંભાવના…

Charotar Sandesh

1લી નવેમ્બરથી ગુજરાતમાં ટ્રાફિકના આ નવા નિયમોમાં આપવામાં આવશે છૂટછાટ…

Charotar Sandesh