Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલ-ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી લગાવીને ૯૪,૧૮૧ કરોડનો રેકોર્ડ ટેક્સ વસૂલ્યો

પેટ્રોલ
લોકસભામાં થયો ખુલાસો, મોદી સરકાર માલામાલ

ન્યુ દિલ્હી : ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી લગાવીને રૂ. ૯૪,૧૮૧ કરોડનો રેકોર્ડ ટેક્સ વસૂલ્યો છે, જે ગયા નાણાકીય વર્ષની તુલનાએ ૮૮ ટકા વધુ છે, એમ લોકસભાને માહિતી આપવામાં આવી હતી.

ગયા વર્ષે કોરોના વાઇરસને કારણે ક્રૂડની માગમાં ઘટાડો થતાં ક્રૂડની વૈશ્વિક કિંમતોમાં ભારે ઘટાડો થયો હતો, જેને પગલે સરકારે પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટી વધારીને રૂ. ૩૨.૯૦ કરી હતી, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. ૧૫.૮૩થી વધારીને રૂ. ૩૧.૮ કરવામાં આવી હતી, એમ પેટ્રોલિયમ રાજ્યપ્રધાન રામેસ્વર તૈલીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે એનાથી નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝની વસૂલાત રૂ. ૩.૩૫ લાખ કરોડ થઈ હતી, જે એક વર્ષ પહેલાં રૂ. ૧.૭૮ લાખ કરોડ હતી. જોકે વસૂલાત વધુ થઈ હતી, પણ કોરોનાને કારણે લાગેલા લોકડાઉનને લીધે ફ્યુઅલના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. જોકે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ફ્યુઅલના વેચાણમાં વધારો થયો હતો અને વસૂલાતમાં વધારો થયો હતો.

નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે એપ્રિલથી જૂન, ૨૦૨૧ના ત્રિમાસિક ગાળામાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીની આવક રૂ. ૯૪,૧૮૧ કરોડ થઈ હતી. જોકે વર્ષ ૨૦૧૮-૧૯માં પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝની વસૂલાત રૂ. ૨.૧૩ લાખ કરોડ થઈ હતી. જોકે પેટ્રોલની પ્રોડક્ટ જેવી કે એટીએફ અને નેચરલ ગેસની કુલ એક્સાઇઝની વસૂલાત એપ્રિલ-જૂનમાં રૂ. ૧.૦૧ લાખ કરોડ હતી. જોકે નાણાકીય વર્ષમાં એક્સાઇઝ વસૂલાત રૂ. ૩.૮૯ લાખ કરોડ રહી હતી.

Other News : કેનેડાએ ભારતની-ફ્લાઈટ્‌સ પરનો પ્રતિબંધ ૨૧-ઓગસ્ટ સુધી લંબાવ્યો

Related posts

આઝમ ખાનનું નિવેદન બીનજરૂરી અને કમનસીબઃ અપર્ણા યાદવ આઝમખાને આરએસએસના ગણવેશ માટે વાત કરી હતીઃ અખિલેશ યાદવ

Charotar Sandesh

યુપીના આ ૯ રેલ્વે સ્ટેશનને બોમ્બ વડે ઉડાવવાની ધમકી

Charotar Sandesh

દેશમાં કોરોનાનો હાહાકાર : ૨૪ કલાકમાં ૧૨૦૦ નવા કેસ નોંધાતા ખળભળાટ…

Charotar Sandesh