Charotar Sandesh
ગુજરાત

દરિયાપુર મનપસંદ જુગાર મામલો : પીઆઇ, પીએસઆઇ સહિત ૧૫ પોલીસ જવાનો સસ્પેન્ડ

જુગાર

અમદાવાદ : દરિયાપુરમાં મનપસંદ જુગાર કલબ પ્રકરણમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે દરિયાપુર પીઆઇ, પીએસઆઇ સહિત ડી સ્ટાફના ૧૫ પોલીસ જવાનો સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. જણાવી દઈએ કે, શહેરમાં થોડા દિવસો પહેલાં જ મનપસંદ જુગાર કલબમાં પોલીસ રેડ કરી હતી. જેમાં ૧૭૦ જુગારીઓ જુગાર રમતા પકડાયા હતા. આ ઉપરાંત પોલીસે કલબમાંથી લાખોની રકમ પણ જપ્ત કરી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ૧૭૦ જુગારીઓ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયા સંદર્ભે શહેર પોલીસ કમિશનરે દરિયાપુરના પીઆઈ આર.જી. જાડેજા, ડી સ્ટાફ પીએસઆઈ કે.સી. પટેલ સહિત સમગ્ર ડી સ્ટાફને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી)ના પીએસઆઈ સહિત ૯ પોલીસ કર્મચારીઓની બીજી જગ્યા બદલી કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ૫મીના રોજ મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરિયાપુર કડિયાનાકા પાસે આવેલા મનપસંદ જીમખાનામાં રેડ કરીને ૧૭૦ જુગારીઓને ઝડપી લીધા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી જ્યોતિ પટેલની આગેવાનીમાં કરવામાં આવેલી રેડની કામગીરી દરમિયાન શહેરના ઈતિહાસની જુગારની સૌથી મોટી રેડ હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે, મનપસંદ જીમખાનામાં રેડ દરમિયાન ૪૦ જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પરંતુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને આસપાસના મકાનો પણ તપાસ કરતા ૭ જેટલા મકાનમાં જુગાર નગરી વસાવી જુગાર રમતા લોકોને ઝડપી લઈ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપત્‌ કર્યો હતો. સૂત્રોના જણાવ્યું અનુસાર આ અગાઉ મનપસંદ જીમખાના ઉપર ઘણી વખત રેડ કરવામાં આવી હતી, પરંતુ સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પોલીસના હાથે ઝડપાયો નહોતો.

Other News : રાજ્યમાં ધોરણ ૧ર સાયન્સનું પરિણામ આવતીકાલે વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકશે

Related posts

શાળાઓ ચાલુ થયા પછી દરેક શિફ્ટ બાદ ક્લાસરૂમ સેનિટાઈઝ કરાશે…

Charotar Sandesh

VIDEO: સરકાર કહે છે પાણીની સમસ્યા નથી, પણ સાબરકાંઠાની પરિસ્થિતિ અલગ જ છે

Charotar Sandesh

મોટા શહેરોમાં સ્કુલો ખુલી હોવા છતાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કુલે મોકલતા ખચકાય છે

Charotar Sandesh