બ્રેકિંગ : ગેંગસ્ટર રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં હાજર કરાયો : પ્રથમ વખત કોર્ટ રાત્રે ખૂલી

303
રવિ પૂજારી
બોરસદના કાઉન્સિલર પ્રગ્નેશ પટેલ પર ફાયરિંગના કેસનો હતો મામલો
ગેંગસ્ટર રવિ પૂજારીને ૨૦ જૂલાઈએ બોરસદ કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાંચ દ્વારા રિમાન્ડની માંગ કરાશે

આણંદ : ગેંગસ્ટર રવિ પૂજારીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેંગ્લોરથી ધરપકડ કરી છે અને વિમાન માર્ગે તેને અમદાવાદ લવાયો. અંડરવર્લ્ડ ડોનના સાગરીત રવિ પૂજારીએ મુંબઈના ફિલ્મ સ્ટારો તેમજ ગુજરાતના બિલ્ડર અને રાજકીય આગેવાનો સહિત ૩૦ લોકો પાસેથી ખંડણી ઉઘરાવી હોવાના ગુના દાખલ થયેલા છે. અમદાવાદમાં બિલ્ડરો સહિત લોકો પાસેથી ખંડણી ઉઘરાવવાના રવિ પૂજારી સામે અનેક ગુના નોંધાયેલા છે.

બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પાસે ખંડણી માગી હતી, સાથે સોપારી લઇ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે

ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રવિ પૂજારીને અમદાવાદ લાવવામાં આવ્યો છે. ૨૦ જુલાઈના દિવસે રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ રવિ પૂજારીના રિમાન્ડની માગ કરશે. રવિ પૂજારી સેનેગલમાં એન્ટોની ફર્નાન્ડિઝના નામથી રહેતા હતો. રવિ પૂજારી સામે ધમકીઓ, ખંડણી, હત્યા સહિતના ૨૦૦ ગુના દાખલ છે. ગુજરાતમાં રવિ પૂજારી સામે ૩૦ ગુનાઓ નોંધાયા છે. બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પાસે ખંડણી માગી હતી. સાથે સોપારી લઇ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. વર્ષ ૨૦૧૭માં ચંદ્રેશ પટેલ નામના શખ્સે સોપારી આપી હતી. બોરસદમા કોર્પોરેશનની ચૂંટણી હારી જતા સોપારી આપી હતી. અગાઉ પોલીસે શાર્પસૂટર સુરેશ પિલ્લાઇની પણ ધરપકડ કરી હતી. સુરેશ પિલ્લાઇના સાગરીત શબ્બીર મોમિનની ધરપકડ કરાઇ હતી. આ સાથે ચંદ્રેશ પટેલના મિત્ર ઘનશ્યામની ધરપકડ કરી હતી. ગુનામાં ઘનશ્યામના સાઢુભાઈ શ્યામગીરી પણ સામેલ હતો.

Other News : કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ! ગળતેશ્વરમાં લોકોની ઉમટી ભીડ