Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

Breaking : આર્થિક સંકળામણને કારણે સામુહિક આપઘાત, માતા-પુત્રનું મોત, પુત્રીનો બચાવ…

પતિને ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના ધંધામાં દેવું થઈ જતાં પત્નીએ બે સંતાનો સાથે સેલ્ફોસની ગોળી પાણીમાં નાંખીને પી ગયા…

૧૫ વર્ષીય પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ : આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી…

આણંદ : જીવનદીપ સોસાયટીમાં રહેતા પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. માતા, પુત્ર અને પુત્રી સહિત ત્રણ લોકોએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, જેમાં માતા અને પુત્રનાં મોત નીપજ્યાં છે તો પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બાબતે આણંદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જીવનદીપ સોસાયટીમાં પત્ની ટીનાબેન (ઉ. વ. ૩૮), પુત્ર મીતકુમાર (૧૨)અને પત્રી તૃષ્ટીબેન (ઉ. વ. ૧૫) સાથે રહેતા પ્રકાશભાઈ શાહ મીત ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના નામે ધંધો કરતા હતા. તેમને ધંધામાં દેવું થઈ જતાં પરિવાર ભારે આર્થિક સંકળામણ અનુભવતો હતો. જેના કારણે ટીનાબેને પુત્ર મીતકુમાર અને પુત્રી તૃષ્ટીબેન સાથે પાણીમાં સેલ્ફોસની ગોળીઓ નાંખીને પી લીઘી હતી. જેમાં ત્રણેયની હાલત ગંભીર થઈ જતાં તેમને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટીનાબેન અને મીતકુમારનું મોત થયું હતુ. જ્યારે પુત્રી તૃષ્ટીબેનનો બચાવ થવા પામ્યો હતો. પોલીસે તૃષ્ટીબેનનું ડાઈંગ ડેક્લેરેશન લેતાં તેણીએ પિતાને છેલ્લા દશેક મહિનાથી ધંધામાં દેવું થઈ જવાને કારણે આર્થિક સંકળામણ અનુભવતા હતા. જેને લઈને પોતે, મમ્મી અને ભાઈએ કોઈપણ જબરજસ્તી વગર પોતાની જાતે દવા પાણીમાં નાંખીને પી લીઘી હોવાનું જણાવ્યું હતુ. આ અંગે શહેર પોલીેસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. બીજી તરફ આર્થિક સંકળામણને કારણે પરિવાર દ્વારા સામુહિક આપઘાત કરવાના બનાવને લઈને ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Related posts

કલેકટરશ્રી દિલીપ રાણાની ગાંધીનગર બદલી થતાં જિલ્લા તંત્ર તરફથી ભાવભરી વિદાય આપવામાં આવી…

Charotar Sandesh

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે “કંટેનર્સ, કુબેરનેટ્સ એન્ડ ઓપન શિફ્ટ” વિષય પર નેશનલ વર્કશોપ યોજાયો…

Charotar Sandesh

ખેડા જિલ્લામાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર ૨૧ કાર્યકર્તાઓને ભાજપે બરતરફ કર્યા…

Charotar Sandesh