Charotar Sandesh
ગુજરાત

Breaking : ધો.૧૦-૧૨ની પરીક્ષા મોકૂફ, ધોરણ ૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

રૂપાણી સરકારે ગુજરાતના ૮૦ લાખ વિદ્યર્થીઓના હિતમાં લીધો મોટો નિર્ણય…

રાજ્યમાં ધોરણ-૧ થી ૯ અને ધોરણ ૧૧માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે…

ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધવા પામ્યું છે, તેણે જોતાં રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે.

સમગ્ર રાજ્યમાં ધોરણ ૧ થી ૧૨ ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલેકે વર્ગ ખંડ શિક્ષણ આગામી ૧૦ મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ ૧૫મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-૧ થી ૯ અને ધોરણ ૧૧માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

Related posts

સુરતમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ ૯૦ લાખના દાગીનાની લૂંટથી ખળભળાટ…

Charotar Sandesh

હીરાબાની તબિયત સુધારા પર : સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા

Charotar Sandesh

બુલેટ ટ્રેન ખોરંભે ચડી… ૨૦૨૨ સુધી પણ નહીં દોડી શકે…

Charotar Sandesh