ભાજપને સત્તાથી હટાવીશું નહીં ત્યાં સુધી ખેલા હોબે : મમતા બેનર્જી

12
મમતા
૧૬ ઓગસ્ટને ખેલા હોબે દિવસ તરીકે ઉજવાશે

કોલકાત્તા : પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યા બાદ મમતા બેનર્જી આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યા છે. અને જીત બાદ તેઓ હવે ભાજપ સામે આક્રમક થઈને પ્રહાર કરી રહ્યા છે. તેવામાં આજે તૃણમૂળ કોંગ્રેસ ૨૧ જુલાઈને શહીદ દિવસ તરીકે મનાવે છે.

ત્યારે આજના શહીદ દિવસે સંબોધન કરતાં મમતા સરકારે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે, ભાજપ દેશને અંધકારમાં લઈ ગઈ છે, કેન્દ્રની સત્તાથી તેને બહાર નહીં કરી દઈએ ત્યાં સુધી ‘ખેલા હોબે’. આ સાથે જ મમતા બેનર્જીએ ૧૬ ઓગસ્ટને ખેલા હોબે દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

વર્ચ્યુઅલ સંબોધનમાં મમતા બેનર્જીએ ભાજપ પર આકરાં પ્રહાર કરતાં કહ્યું કે, આજે આપણી આઝાદી ખતરામાં છે. ભાજપે આપણી સ્વતંત્રતાને ખતરામાં નાખી દીધી છે. તે પોતાના જ મંત્રીઓ પર ભરોસો કરતી નથી અને એજન્સીઓનો ખોટો ઉપયોગ કરે છે. આપણા ફોન ટેપ કરાવે છે. પેગાસસ ખતરનાક અને ક્રૂર છે. હું કોઈની સાથે વાત કરી શકતી નથી. તમે જાસૂસી માટે મોટી રકમ ખર્ચ કરી રહ્યા છો. મેં તેનાથી બચવા માટે મારા ફોનને પ્લાસ્ટરથી ઢાંકી દીધો છે. અને આ જ રીતે આપણે કેન્દ્રને પણ ઢાંકી દેવાની છે. નહીંતર દેશ બરબાદ થઈ જશે.

આ ઉપરાંત મમતાએ કહ્યું કે, બીજી લહેરમાં ગંગામાં તરતી લાશો જોવા મળી. ઓક્સિજનની અછતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો. અને સરકાર કહે છે કે ઓક્સિજનની અછતથી એક પણ મોત થયું નથી. કોરોનાની ત્રીજી લહેરની પણ કોઈ તૈયારી કેન્દ્રએ કરી નથી.

Other News : ૨૦૨૪ સુધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્‌ રહે તેવી શક્યતા