BJP ને જીતાડવા માટે RSS ના 11 હજાર સ્વયંસેવકો કરશે 70 હજાર બેઠક

ભારતીય જનતા પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં સમર્થન મેળવવાં માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લગભગ 11 હજાર સ્વ્યંસેવરો 70 હજાર બેઠકો કરશે. દિલ્હીના 14 હજાર બુથો પર પાંચ-છ પ્રમુખ લોકો સંપર્ક સાધશે. છ પાનાની બુકલેટ વહેંચશે, જેમાં UPA અને NDA સરકારો દરમિયાન દેશમાં આવેલા પરિવર્તનો પર વાત કરવામાં આવી છે.

બુકલેટમાં કહેવામાં આવ્યું છે કે પાછલા પાંચ વર્ષમાં કાશ્મીર છોડીને દેશમાં બીજે ક્યાંય આતંકવાદી હુમલા નથી થયા, કોંગ્રેસ તરફથી હેટ સ્પીચ અને મોબ લિંચિંગ સામે કાયદાની વાતો કરીને બહુસંખ્યકોને કઠેરામાં ઉભાં કરી દેવાયા હતા. આ પ્રકારની ઘણી વાતોનો બુકલેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બુકલેટમાં વિદેશી મહેમાનોને સરકાર તરફથી ગીતા ભેટ કરવા, બગીચાઓમાં યોગ થતાં હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે, લોકોને નોટા ન વાપરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ સંઘના સ્વયંસેવકો સરકાર માટે ઘરે ઘરે જઇને મતો માગી રહ્યાં છે. સંઘના સ્વયંસેવકો લોકોમાં મતદાનને લઇને જાગૃતતા પણ ફેલાવી રહ્યાં છે અને લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવી રહ્યાં છે.