Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : શહેરી-ગ્રામિણ ૧૯ સખી મંડળોને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલના હસ્‍તે ચેક એનાયત કરાયા

નીતિનભાઇ પટેલ
આણંદ વ્‍યાયામ શાળા ખાતે રૂા. ૬૦ કરોડના ખર્ચે ૨૦૦ પથારીની સિવિલ હોસ્‍પિટલનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે – શ્રી નીતિનભાઇ પટેલ
પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી –  સૌના વિકાસના રાજય સરકાર મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા સંકલ્‍પબધ્‍ધ છે – શ્રી નીતિનભાઇ પટેલ
મુખ્‍ય મંત્રી ઉત્‍કર્ષ યોજના અંતર્ગત જિલ્‍લામાં ૧૫૫ સખી મંડળ/સ્‍વસહાય જૂથોને રૂા. ૧-૧ લાખની સહાયના ચેકો અને મંજૂરી હુકમ પત્રો એનાયત કરાયા

આણંદ : રાજયના નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા રાજય સરકાર સંકલ્‍પબધ્‍ધ હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં નારી શકિતના સન્‍માન અને તેમની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરવા રાજય સરકારે અનેક કલ્‍યાણકારી પગલાં લીધાં છે. ગુજરાત સરકારે રાજયની મહિલાઓને સામર્થ્‍યવાન બનાવવા આર્થિક સશકિતકરણ માટે અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓ બનાવીને જે કામો કરવામાં આવ્‍યા છે તે થકી મહિલાઓ વધુ સક્ષમ બની છે.

આણંદ ખાતે ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે આજે ચોથા દિવસે આણંદ ખાતે યોજાયેલ નારી ગૌરવ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્‍ય મંત્રીશ્રી પટેલે કહ્યુ કે, મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વ હેઠળની સરકારના સુશાસનના સાતમી ઑગસ્ટે પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે  નિમીત્તે આપણી સરકારે ગુજરાતના વિકાસની પ્રગતિ, એકતા, ગૌરવ, આરોગ્‍ય, શિક્ષણ, પાણી પુરવઠા, માર્ગો, જેવા પ્રજાલક્ષી જનસેવાના કાર્યો પ્રજા સુધી પહોંચાડવાનો આ સેવાયજ્ઞ આદર્યો છે.

શ્રી નીતિનભાઇ પટેલે સમગ્ર સમાજની નારી શકિતને સામર્થ્‍યવાન બનાવવા,  આર્થિક રીતે પગભર બને, વહીવટી તેમજ રાજકીય નિર્ણયની પ્રક્રિયામાં સહભાગી બને એ માટે વિવિધ ભરતીઓમાં મહિલાઓ માટે અનામતની જોગવાઇ કરવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું.

આ પ્રસંગે મહિલા અગ્રણી આ પ્રસંગે મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી છાયાબેન ઝાલા, પ્રદેશ કારોબારી સભ્‍ય શ્રીમતી નીપાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંજનાબેન પટેલ, જિલ્‍લા અગ્રણી શ્રી યોગેશભાઇ પટેલ, શ્રી મહેશભાઇ પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ, પ્રાંત અધિકારી શ્રીમતી જે. સી. દલાલ, શહેર મામલતદાર શ્રી કેતન રાઠોડ, આણંદ જિલ્‍લા-શહેર-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, કાઉન્‍સિલરો, શહેર-તાલુકાની વિવિધ સખી મંડળની મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Other News : આણંદ ખાતે એક વાલી બાળક સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીના હુકમો એનાયત

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૭૦ કેસ નોંધાયા : સભા-સરઘસ પર ૧પ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Charotar Sandesh

આણંદમાં ભારતીય જનતા પાર્ટીના “શ્રી કમલમ” કાર્યાલયનું ખાતમુહૂર્ત તથા બુથ પેજ પ્રમુખ સંમેલન યોજાયું…

Charotar Sandesh

સાત પગલાં ખેડૂત કલ્‍યાણ અંતર્ગત આણંદ, બોરસદ અને પેટલાદ ખાતે સહાય યોજનાના લાભાર્થીઓને લાભાન્‍વિત કરાયા…

Charotar Sandesh