7મીથી પ્રિયંકા બે દિવસ પ્રયાગરાજની મુલાકાતે : ઉમેદવારો પાસેથી પરાજયનું કારણ જાણશે…

  • કોંગ્રેસના પૂર્વાંચલ પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રયાગરાજની ફુલપુર, અલ્હાબાદ, પ્રતાપગઢ, કૌશામ્બી અને ભદોહીના ઉમેદવારો સાથે એક પછી એક સ્વરાજ ભવનમાં મિટિંગ કરશે…

નવી દિલ્હી :

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોના પરાજયનું કારણ જાણવા સાતમી જૂને બે દિવસ પ્રયાગરાજ આવશે, પ્રિયંકા ગાંધી સૌથી પહેલા ઉમેદવારો સાથે મિટિંગ કરશે, કોંગ્રેસના પૂર્વાંચલ પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રયાગરાજની ફુલપુર, અલ્હાબાદ, પ્રતાપગઢ, કૌશામ્બી અને ભદોહીના ઉમેદવારો સાથે એક પછી એક સ્વરાજ ભવનમાં મિટિંગ કરશે.

ઉમેદવારો સાથે વાતચીત કર્યા બાદ પ્રિયંકા ગાંધી પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરોને મળવા નિર્ણય કરશે, પ્રિયંકાના આગમનના એક બે દિવસ પહેલા કોંગ્રેસની ઉચ્ચસ્તરીય અકીલા ટિમ આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા પ્રયાગરાજની ચાર અને ભદોહી સીટ પર કોંગ્રેસના પરાજયની નારાજ છે ચૂંટણી દરમિયાન કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રયાગરાજની બંને સીટો પર પાર્ટીના પદાધિકારીઓની જાસૂસી કરાવી હતી. લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ ઉમેદવારોએ પણ પ્રિયંકાને પોતપોતાનો અહેવાલ મોકલ્યો છે