15 જવાન શહીદ થયા બાદ PM મોદીએ કરી ટ્વીટ

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એક મોટા નક્સલી હુમલામાં 15 જવાન શહીદ થયા છે. આ હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાને સખત શબ્દોમાં વખોડ્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આપણા સુરક્ષાકર્મીઓ પર ઘૃણિત હુમલાની કડક નિંદા કરું છું. હું તમામ બહાદુર સુરક્ષાકર્મીને સલામ કરું છું. તેમનું બલિદાન ક્યારેય ભૂલવામાં નહીં આવે. મારા વિચાર અને એકજુટતા શોક સંતપ્ત પરિવારો સાથે છે. આવી હિંસા કરનારા અપરાધીઓને છોડવામાં નહીં આવે.