Charotar Sandesh
X-ક્લૂઝિવ ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા ગુજરાત ટ્રેન્ડીંગ રાજકારણ

11 ઓગસ્ટ સુધીમાં ગુજરાત ભાજપ 50 લાખ નવા સભ્યો બનાવાનો લક્ષ્યાંક…

ગુજરાતના નગરો અને જિલ્લામાં 50 ટકા જયારે મહાનગરો માં 60 ટકા નવા સભ્યો જોડવાનો લક્ષયાંક રાખ્યો છે…

ગાંધીનગર,
પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ પર ભગવો લેહરાવાના સ્વપ્ન સાથે ભાજપને દુનિયાના સૌથી મોટા પક્ષ બનાવવાનું અભિયાન ફરી એક વાર ચાલી રહ્યું છે. ૧૧ કરોડ સભ્યોના પક્ષમાં વધુ સભ્યોને જોડવા ભાજપે કવાયત હાથ ધરી છે. ૧૫થી વધુ રાજ્યો અને કેન્દ્રમાં સત્તા ધરાવતા ભાજપને હવે પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સા અને તેલંગાણામાં સત્તા મેળવવાનો લક્ષ્યાંક છે ત્યારે આ પહેલા તમામ રાજ્યોમાં સંગઠનને મજબૂત કરવા સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.

’સાથ આયે દેશ બચાયે’ના સ્લોગન સાથે દેશભરમાં શરૂ થયેલું સદસ્યતા અભિયાન ગુજરાતમાં ધીરે ધીરે સફળતા મેળવી રહ્યું છે. આમ તો ભાજપની સ્થાપના થઇ ત્યારથી દર ૩ વર્ષે સદસ્યતા અભિયાન કરવામાં આવે છે. જો કે વર્ષ ૨૦૧૫માં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા સોશિયલ મિડીયા તથા આધુનિક ઢબે સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું જેના કારણે દેશભરમાં ભાજપના ૧૧ કરોડથી વધુ સભ્યો નોંધાયા અને ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની. ત્યારે ૬ જુલાઇથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધી ગુજરાતમાં ભાજપે ૧૮ લાખ વધુ સદસ્યો નોંધ્યા છે. હવે અભિયાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં પ્રદેશ ભાજપ પાસે ૫૦ લાખ નવા સદસ્યો હશે એવો ભાજપને વિશ્વાસ છે.
દેશ ભાજપે ૧૧ ઓગસ્ટ સુધીમાં ૫૦ લાખ નવા સદસ્યો બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે ઉદ્યોગકારો, શૈક્ષણિક તજજ્ઞો, સહકારી ક્ષેત્રના આગેવાનો, સમાજના અલગ અલગ વર્ગના પ્રતિનિધીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. હાલના સદસ્યતા ફોર્મ ભરવામા કેટલીક મુશ્કેલીઓ પણ આવી રહી છે તેને પણ દૂર કરવાનો પક્ષ તરફથી પ્રયત્ન થઇ રહ્યો છે.

Related posts

દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી : વોટ્‌સએપે નવી પ્રાઇવસી પોલિસી પર સ્વૈચ્છિક રોક લગાવી

Charotar Sandesh

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે : ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

Charotar Sandesh

મહત્ત્વપૂર્ણ ચુકાદો : પિતાની સંપત્તિમાં દીકરીઓ દીકરા જેટલી જ હકદાર : સુપ્રીમ

Charotar Sandesh