Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી…

આણંદ : તા.૨૨ એપ્રિલ ને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પૃથ્વીને બચાવવા અપીલ કરવા નાં પ્રયાસ રૂપે ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી સી આણંદ નાં વિવિધ શાળા અને કોલેજના કેડેટ દ્વારા વૃક્ષારોપણ /પક્ષી નાં માળા યા વેસ્ટ માંથી બેસ્ટ પાણી પીવાનું સાધન બનાવવા માં આવ્યા.

આ કાર્યક્રમ અંતર્ગત કેડેટ કોરોના જેવી મહામારી માં ઘરે રહીને જ સરકારી ગાઈડ લાઈન ને અનુસરીને ” ઘરે રહો, સુરક્ષિત રહો,”સાથે “વૃક્ષ વાવો,પર્યાવરણ જાળવો,પૃથ્વી બચાવો” જાગૃતિ માટે અતિ પ્રોત્સાહિત થઈ ગયાં છે અને વિશ્વ પૃથ્વી દિવસ એ પૃથ્વી બચાવવાં નો સંદેશ પોતાનાં ઘર, મહોલ્લા, ખેતરમાં વૃક્ષારોપણ દ્વારા,તથા કાળઝાળ ગરમી માં પંખી ઓને બચાવવા માળા, પાણી નાં કુંડા લટકાવીને ગામ માં સંદેશ નો પ્રસાર કરી રહ્યાં છે. આ ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન નાં કમાંડ અધિકારી કર્નલ રીષિ ખોસલા નાં માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી છે.

Related posts

બીએડના અંતિમ વર્ષના તાલીમાર્થીઓ દ્વારા આણંદ સાંસદ અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપ્યું

Charotar Sandesh

આણંદ જીલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા આસોદર ચોકડી પર ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી…

Charotar Sandesh

આણંદ : રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ વિના મુલ્યેના અનાજ પુરવઠાનું વિતરણ શરૂ…

Charotar Sandesh