Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ…

આણંદ : તા. ૨૨ માર્ચ નાં રોજ દર વર્ષે સમગ્ર વિશ્વમાં “વિશ્વ જળ દિવસ” તરીકે ઉજવાય છે. આ કાર્યક્રમ અંતર્ગત શ્રી ભીખાભાઈ પટેલ આર્ટસ કોલેજ, એમ.બી.પટેલ સાયન્સ કોલેજ, વી.પી એન્ડ આર પી.તી.પી.સાયન્સ કોલેજ, બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ,નલિની આર્ટ્સ કોલેજ ની કુલ ૫૦ કેડેટ દ્વારા ” જળ હી જીવન” ‘જલ હૈ તો કલ હૈ’ નાં શીર્ષક હેઠળ વિવિધ પ્રવૃત્તિ ઓ જેમ કે પોસ્ટર બનાવવા, નાટક તેમ જ વક્તવ્ય દ્વારા જાહેર જનતાને પાણી બચાવવા અપીલ કરવામાં આવી અને એ સંદેશ નો પ્રસાર કરવામાં આવ્યો કે આજ નું બચાવેલું જલ તમારી આવતી કાલ બચાવશે. પાણી નો વ્યર્થ વ્યય ન કરવો જોઈએ એમ પણ કહેવામાં આવ્યું.

આ કાર્યક્રમ ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી સી આણંદ નાં કમાન્ અધિકારી શ્રી કર્નલ રીષિ ખોસલા નાં માર્ગદર્શન થી લેફટનેન્ટ કૃતિકા દેવમુરારિ અને કેર ટેકર જિસલ પરમાર, તેમજ જાગૃતિ મિશ્રા એ સફળતાથી કર્યો હતો. આ સમસ્ત કાર્યક્રમ કૉવિદ-૧૯ ની ગાઈડ લાઇન ને ધ્યાન માં રાખીને” માસ્ક અને સામાજિક દૂરી” જાળવીને કરાયો હતો.

Related posts

બોરીયાવી નગરપાલિકા દ્વારા ૧૨૦ થી ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત

Charotar Sandesh

આવતીકાલે વડતાલ હોસ્પિટલમાં નવા ઓકસીજન પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજયભાઈ ઈ-લોકાર્પણ કરશે

Charotar Sandesh

ગુનેગારોને પકડવામાં મદદરૂપ થનાર સ્નિફર ડોગ માટે આણંદમાં ઓલ્ડ એજ હોમ ખુલ્લું મુકાયું

Charotar Sandesh