Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી, આણંદ દ્વારા અંતિમ કમ્બાઈન વાર્ષિક તાલીમ શિબિરનો પ્રારંભ…

આણંદ : તા.૦૧ માર્ચ થી ૦૩ માર્ચ ૨૦૨૧ સુધી બટાલિયન કમાંડર નાં નેતૃત્વ હેઠળ કોવિડ-૧૯ ની સરકારની ગાઈડલાઈન ને ધ્યાન માં રાખીનેએન.એસ.પટેલ આર્ટ્સ કોલેજ માં એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ નો અંતિમ કેમ્પ ૦૧ માર્ચ એ સવારે શરૂ કરાયો,જેમાં ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. સંલગ્ન વિવિધ કોલેજ નાં ૮૦ ગર્લ્સ કેડેટ ” દો ગજ કી દૂરી,સાથે માસ્ક ઔર સેનીટાઈઝર અતિ જરૂરી” ગાઈડ લાઈન ને અનુસરીને કેમ્પ માં દાખલ થયા હતા.

ચાલુ વર્ષે કોરોના ની મહામારી ને લીધે કોઈ પણ કેમ્પ નું આયોજન થયેલ ન હતું પણ “બી પ્રમાણપત્ર પરીક્ષા ” માટે જરૂરી સાવધાની સાથે આ વાર્ષિક તાલીમ શિબિર નું આયોજન થયું જેમાં કેડેટો એ અગ્રસર રહીને પોતાનાં વાલી ની સંમતિ લઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ શિબિર માં સિવિલ હોસ્પિટલ, પેટલાદ નાં સિવિલ સર્જન ની ટીમ દ્વારા દરેક કેડેટ તથા હાજર દરેક સ્ટાફ નો રેપિડ કોવિડ ટેસ્ટ કર્યો હતો. આ કેમ્પ માં કેમ્પ કમાન્ડન્ટ શ્રી નાં માર્ગદર્શન થી મેજર પ્રતિક્ષા પટેલ, લેફ્ટ.કૃતિકા દેવમૂરારી, લેફ્ટ. સવિતા યાદવ સુબેદાર કનુભાઈ ઠાકોર તેમજ અન્ય નિષ્ણાત સ્ટાફ દ્વારા એન.સી.સી. ની “બી” પ્રમાણપત્ર પરીક્ષા માટે વિવિધ વિષય જેવા કે પરેડ, નકશા અધ્યયન, ફિલ્ડ ક્રાફટ, બેટલ ક્રાફટ,માહિતી સંચાર, વીરતા પુરસ્કાર વિજેતા ઓ ની સ્ટોરી, મિલેટરી ઈતિહાસ, સામાજિક સેવા, વ્યક્તિત્વ વિકાસ અને જીવન કૌશલ્ય, રાષ્ટ્રીય સુરક્ષા, સાયબર સિક્યોરિટી, કુદરતી આપત્તિ વ્યવસ્થાપન,હથિયાર પ્રશિક્ષણ,રાયફલ સાથે પરેડ જેવા વિષયો ની ઓફ્ લાઈન તૈયારી કરાવવા માં આવી.

આ કેમ્પ માં ભાગ લઈને કેડેટ “બી” પ્રમાણપત્ર પરીક્ષા આપશે.પછી સી પ્રમાણપત્ર ની તૈયારી કર્યા પછી આર્મી ઓફિસર, પોલીસ ઓફિસર તેમજ સિવિલ સર્વિસ ની પરીક્ષા માં પસંદગી પ્રક્રિયા માં તો આગળ વધશે જ સાથે તેમાં બોનસ પોઈન્ટ નાં પણ હકકદાર બનશે. તદ ઉપરાંત કેડેટ જીવન નાં પ્રત્યેક ક્ષેત્ર માં સફળ થઈ એક આદર્શ નાગરિક તરીકે સેવારત થવાનો આદર્શ ગુણ કેળવી સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, નેતૃત્વ વિકાસ વ્યક્તિત્વ વિકાસ જેવાં ગુણો થી એન.સી.સી.ની એક અલગ પ્રકારે ઓળખાણ આપી રહ્યાં છે. કેમ્પ ની પૂર્ણાહુતિ તા.૦૩ માર્ચ નાં રોજ કરવામાં આવશે. આ કેમ્પ માં કોવિદ -૧૯ નાં લેબોરેટરી નિષ્ણાત એ કોરોના નાં લક્ષણ,શું સાવચેતી રાખવી શું નાં કરવું વગેરે સુંદર રીતે માહિતી આપી હતી.

Related posts

તાઉતે વાવાઝોડામાં અસરગ્રસ્તો વારે વડતાલ મંદિર : ૩૦૦૦ હજાર ફુડ પેકેટ તૈયાર કરાયા…

Charotar Sandesh

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું : શાળાની આસપાસ ફાસ્ટ ફૂડ વેચવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

વલ્લભ વિદ્યાનગરમાં આજે SP યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી : ૧૩ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ યોજાશે

Charotar Sandesh