Charotar Sandesh
ઈન્ડિયા

૨૦૨૧માં એર ઈન્ડિયાની ખોટ રૂ.૧૦,૦૦૦-કરોડ થવાની સંભાવના…

ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકાર હસ્તકની રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયા વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૧માં રૂ. ૧૦ હજાર કરોડની ખોટ નોંધાવે એવી સંભાવના છે. જો તેમ થશે તો એના ડિસઈન્વેસ્ટમેન્ટની યોજનાને ગંભીર ફટકો પડી શકે છે, કારણ કે આ સંભવિત ખોટને કારણે એનું વેલ્યૂએશન ઘટી જશે. ઈકોનોમિક ટાઈમ્સ અખબારે એક નામવિહોણા સિનિયર સરકારી અધિકારીને એમ કહેતા ટાંક્યા છે કે એર ઈન્ડિયા આ વર્ષમાં જે ખોટ કરશે એમાં રૂ. ૮૦૦૦ કરોડ કેશ લોસ હશે જ્યારે બાકીની રકમ ડેપ્રીસિએશન સ્વરૂપની હશે.
૨૦૦૭માં ઈન્ડિયન એરલાઈન્સનું એર ઈન્ડિયામાં વિલિનીકરણ કરાયું ત્યાર પછી તેની ખોટ સૌથી ઊંચી હશે. આનું કારણ કોરોના વાઈરસ રોગચાળો છે, કારણ કે એના ઉપદ્રવને કારણે પ્રવાસ-પર્યટન પર નિયંત્રણો લાગુ કરવાની ફરજ પડતાં દુનિયાભરમાં તમામ એરલાઈન્સની આવકને ફટકો પડ્યો છે.

Related posts

ખેડૂતો પર રાજનીતિ દેશના ફાયદામાં નથી, ખેડૂતોને ગુમરાહ કરાઈ રહ્યા છે : ગડકરી

Charotar Sandesh

દેશનું અર્થતંત્ર સુધારા પર, જીએસટી કલેક્શન ૧૦ ટકા વધ્યું : નાણાંમંત્રી

Charotar Sandesh

૪ માર્ચ સુધી યુક્રેનમાંથી ૧૬ હજાર નાગરિકોને બહાર લવાયા : ગૃહમંત્રી અમિત શાહ

Charotar Sandesh