Charotar Sandesh
ગુજરાત

હસતા હસતા મોત વ્હાલુ કર્યું : પરિણિતાએ સાબરમતીમાં કૂદીને આપઘાત કર્યો…

મોત પહેલાં પરિણિતાએ વીડિયો બનાવ્યો…

અમદાવાદ : અમદાવાદમાં એક પરિણીતાનો આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટની પાળે બેસીને દુનિયાથી વિદાય લેતાં પહેલાં હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. અને આ વીડિયોમાં પોતાની આપવીતિ વર્ણવી હતી. અને વીડિયો બનાવ્યા બાદ મહિલાએ સાબરમતીમાં છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આપઘાત કરનાર આ મહિલાનું નામ આઈશા ઉર્ફે સોનુ છે. અને તે વટવા વિસ્તારમાં અલમની પાર્કમાં રહેતાં લિયાકતઅલી મકરાણીની પુત્રી હતી. આઈશાના લગ્ન ૨૦૧૮માં રાજસ્થાનના ઝાલોરમાં રહેતાં આરીફ ખાન સાથે થયા હતા. પણ સાસરીયાઓ દહેજ માટે આઈશાને ત્રાસ આપતા હતા. ૨૦૧૮માં જ તેનો પતિ આરીફ તેને દહેજ બાબતે ઝઘડો કરી અમદાવાદ મૂકી ગયો હતો. પાછળથી સમાધાન થયું. પાછી આઈશા સાસરીએ ગઈ. અને ૨૦૧૯માં આરીફ પૈસાની માગણી કરી પાછી આઈશાને અમદાવાદ મૂકી ગયો હતો.
આ મામલે આઈશાએ વટવા પોલીસમાં ફરિયાદ પતિ અને સાસરીયાઓ સામે ફરિયાદ પણ કરી હતી. અને કોર્ટમાં કેસ પણ કર્યો હતો. બાદમાં આઈશા પ્રાઈવેટ જોબ કરવા લાગી હતી. ગુરુવારે આઈશાએ પોતાના પતિને ફોન કરીને કહ્યું હતું કે, જો તું મને નહીં લઈ જાઈ તો હું આપઘાત કરી લઈશ. તે સયમે પતિએ કહ્યું કે તારે મરવું હોય તો મરી જા તેમ કહી વીડિયો મોકલજે તેવું કહેતાં આઈશાએ વીડિયો મોકલ્યો હતો.
આ વીડિયોમાં પરિણીતાએ કહ્યું કે, હેલ્લો, અસ્સલામ વાલેકુમ મેરા નામ હૈ આઇશા આરીફખાનપઔર મેં જો ભી કુછ કરને જા રહી હુંપ મેરી મરજી સે કરને જા રહી હુંપ ઇસમેં કિસી કા દબાવ નહિ હૈપ અબ બસ ક્યા કહે? એ સમજ લીજીયે કે ખુદા કી ઝિંદગી ઈતની હોતી હૈપ ઔર મુજે ઈતની ઝિંદગી બહોત સુકુનવાલી લગતી હૈ. ઔર ડિયર ડેડ કબ તક લડેંગે અપનો સેપકેસ વિડ્રોલ કર દો.. નહીં કરના.. આઇશા લડાઈઓ કે લીએ નહીં બની.. પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેંગે? અગર ઉસે આઝાદી ચાહીયે તો ઠીક હૈપવો આઝાદ રહે.. ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મિલૂંગી.. ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે.. દોસ્ત બહોત અચ્છે મિલે..પર શાયદ કહીં કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેંપ મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું.. અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયેપ. એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હૈ તો દો તરફ કરોપ એક તરફા મેં કુછ હાંસિલ નહી હૈ. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હૈ..

Related posts

મંગળ બન્યો અમંગળ : જુદા જુદા અકસ્માતમાં ૧૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા…

Charotar Sandesh

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના જામીન મંજૂર કરતી સેશન્સ કોર્ટ…

Charotar Sandesh

રાજ્ય મ્યુકોરમાઈકોસિસના ભરડામાં, ૨૬ જિલ્લામાં બ્લેક ફંગસ વકર્યો…

Charotar Sandesh