Charotar Sandesh
ગુજરાત

હવે પોલીસ તંત્ર એકશનમાં : ડીજીપીનો માસ્ક મુદ્દે ૧ હજારનો દંડ વસૂલવા આદેશ…

અમદાવાદ : ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને લઈને હવે પોલીસ તંત્ર એકશનમાં આવી રહ્યું છે. ગુજરાતના અનેક શહેર અને નગરોમાં લોકો માસ્ક પહેરતા ના હોવાનુ સામે આવતા, રાજ્યના પોલીસ વડાએ કડકાઈ દાખવવા આદેશ કર્યો છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ જિલ્લાઓના પોલીસ વડા અને પોલીસ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું…

રાજ્યના પોલીસ મહાનિદેશક (ડીજીપી) આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકો (એસપી) અને પોલીસ કમિશનરોને (સીપી) માસ્ક મુદ્દે કડકાઈથી પાલન કરાવવા સુચના આપી છે. પોતાના તાબા હેઠળના વિસ્તારમાં સૌ કોઈ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા તાકીદ પણ કરી છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ જિલ્લાઓના પોલીસ વડા અને પોલીસ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ. ૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકે સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ વડા અને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનરોને તાકીદ કરી છે.

ગુજરાતમાં માસ્ક ન પહેરવા બદલ છેલ્લા એક સપ્તાહમાં ૨ કરોડ ૬૫ લાખથી વધુનો દંડ વસૂલાયો છે. તો જાહેરનામા ભંગના ૧૪૯૮ ગુના નોંધાયા છે. તો જાહેરમાં થુકવા બદલ ૨૬ હજાર લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. કોરોનાને લગતા નીતિ નિયમોનો ભંગ કરવા બદલ ૩૦૭૬ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

Related posts

આજે પધારશે વડાપ્રધાન ગુજરાત : કાલે નર્મદાના નીર વધાવશે…

Charotar Sandesh

કોરોના રસીનું સોમવારથી ટ્રાયલ-રન : ૨૫-૨૫ વ્યક્તિને ડમી રસીકરણ…

Charotar Sandesh

રિક્ષા ચાલકને સો-સલામ : ૨ લાભ ભરેલું પર્સ અને ડોક્યુમેન્ટ મૂળ માલિકને પરત કર્યા…

Charotar Sandesh