Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આણંદ-ખેડા જીલ્લામાં પોલીસનું વાહન ચેકિંગ અને સઘન પેટ્રોલિંગ શરૂ…

  • ચૂંટણી પહેલા કોઈ ગેરપ્રવૃત્તિ તેમજ વિદેશી દારૂની ડિમાન્ડ વધી જતા બુટલેગરો પણ મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના પ્રયત્ન કરતા હોય છે…
  • ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસે શહેરની મુખ્ય ચોકડીઓ ઉપર ચેકપોસ્ટ ઉભી કરી વાહન ચેકિંગ અને સઘન પેટ્રોલિંગ શરૂ…

આણંદ : રાજ્યમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને લઈને ૨૮ ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આણંદ જિલ્લામાં આચારસંહિતા તેમજ હથિયારબંધી જાહેર કરવામાં આવેલ છે.

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસે શહેરની મુખ્ય ચોકડીઓ ઉપર ચેકપોસ્ટ ઉભી કરી વાહન ચેકિંગ અને સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આચારસંહિતાની કડક અમલવારી માટે અને અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસે જિલ્લાના પ્રવેશદ્વારોએ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે ત્યાંથી રાઉન્ડ ધી ક્લોક પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરી એન્ટ્રી કરવામાં આવી રહી છે.

ચૂંટણી પહેલા કોઈ ગેરપ્રવૃત્તિ તેમજ વિદેશી દારૂની ડિમાન્ડ વધી જતા બુટલેગરો પણ મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ચૂંટણીઓમાં ગેરકાયદે પ્રવૃતિઓ પર રોક લગાવવા પોલીસે ચેકપોસ્ટ ઉભી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું છે.

Related posts

બીયર ભરેલ ટ્રેલર ઝડપાયું, ૧૭ લાખનાં મુદ્દામાલ સાથે ૪ની ધકરપકડ…

Charotar Sandesh

આણંદ પાલિકાના પ્રમુખનો ચાર્જ ચાર દિવસ માટે ઉપપ્રમુખ છાયાબા ઝાલાને સોંપાયો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ર કેસ સહિત ગુજરાતમાં ઓમિક્રોનના આજે નવા ૯ કેસો નોંધાયા, જાણો વિગત

Charotar Sandesh