Charotar Sandesh
ગુજરાત

સિવિલમાં ટેસ્ટ કરાવ્યો તો નેગેટિવ, ખાનગી લેબમાંથી રીપોર્ટ પોઝિટિવ… સાચું કોણ?

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. શરદી-ખાંસી અને તાવ ઘરે ઘરે હવે શરૂ થયા છે. દિન પ્રતિદિન RTPCR ટેસ્ટ માટે લોકો લાઈન લગાવી રહ્યાં છે. RTPCR ટેસ્ટ ખાનગી લેબ અને સરકારી હોસ્પિટલમાં પણ થઈ રહ્યાં છે. પરંતુ અમદાવાદમાં RTPCR ટેસ્ટ સામે સવાલ ઉભા કરતો એક કિસ્સો સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં રહેતા યુવકે બે દિવસ શરદી, ખાંસી અને તાવ આવતા સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ છે કે નહીં તેના માટે RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તાવ ન ઉતરતા તેઓએ ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી યુવક પોતે અચંબામાં પડી ગયો હતો. પરિવારજનોએ સરકારી હોસ્પિટલમાં થતાં ટેસ્ટ સામે સવાલ ઉભા કર્યા છે. સરકારી હોસ્પિટલમાં શું ખરેખર RTPCR ટેસ્ટના રિપોર્ટ સાચા હોય છે?

સોલા ભાગવત પાસે રહેતા હિતેશ પટેલને ૧૪ એપ્રિલના રોજ શરદી-ખાંસી અને તાવ આવ્યો હતો. હિતેશના પરિવારજન ડો. નીલમ પટેલે જણાવ્યું, હિતેશને બે દિવસ તાવ આવતા ઘરમાં એક રૂમમાં કવોરન્ટીન કરવામાં આવ્યો હતો. બે દિવસમાં તાવ ન ઉતરતા સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. સોલા સિવિલમાંથી કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તાવ ઉતરતો ન હતો અને ટેસ્ટ નેગેટિવ આવતા ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા આવ્યો હતો. ખાનગી લેબમાં કરાવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે અલગ-અલગ રિપોર્ટ આવતાં પરિવાર ખુદ અચંબામાં પડી ગયો હતો. તેમને જણાવ્યું, સરકારી તંત્ર સાંભળવાં જ તૈયાર નથી. જો આ રીતે બે અલગ અલગ રિપોર્ટ હોય તો સંક્રમણ ફેલાઈ શકે છે કારણ કે નેગેટિવ માની લોકો તો બહાર ફરવા લાગે અને લોકો સાથે સંપર્કમાં આવે.

Related posts

મુખ્યમંત્રી રૂપાણીના જન્મ દિવસે ટિ્‌વટર છેડાયું ‘સીએમકા જન્મદિન બને રોજગારદિન’ આંદોલન…

Charotar Sandesh

પીએમ મોદીની જાહેરાત સાથે હું સહમત છું, હું વેકસીન લેવા ત્યાર છું : મુખ્યમંત્રી

Charotar Sandesh

ગુજરાત પોલીસમાં સરકારી નોકરીના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકીની ધરપકડ…

Charotar Sandesh