Charotar Sandesh
સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તો આ વાતોનું અચૂક ધ્યાન રાખો…

કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશમાં હડકંપ મચાવી દીધો છે. હોસ્પિટલોમાં ICU બેડ અને ઓક્સિજનની કમીથી પણ દર્દીઓની હાલત ખરાબ છે. તેવામાં હેલ્થ ઓથોરિટીએ લોકોને ઘરે જ શક્ય હોય તો રિકવર થવાની સલાહ આપી રહી છે. ડૉક્ટર્સનું પણ કહેવું છે કે શ્વાસ લેવામાં તકલીફ થતા દરેક લોકોએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. જો ઓક્સિમીટર પર ઓક્સિજન લેવલ સતત ૯૦ની નીચે જઈ રહ્યું હોય તો જ હોસ્પિટલ જવાની જરૂર છે. તે સિવાય જે લોકોને શ્વાસમાં તકલીફ થઈ રહી છે તેમણે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે.

એક રિપોર્ટ પ્રમાણે, શરીરમાં ઓક્સિજનની કમી થવા પર ગેસ સ્ટવ, મિણબત્તી, ફાયરપ્લેસ, વીજળી અથવા ગેસ હીટર જેવી વસ્તુઓની નજીક જવું જોઈએ નહીં. તેમનાથી ૫ ફૂટની દૂરી બનાવી રાખવી જોઈએ. આવી વસ્તુઓની નજીક જવાથી તમારી મુશ્કેલી વધી શકે તેમ છે.

પેઈન્ટ થિનર, એરોસોલ સ્પ્રે, ક્લિનીંગ ફ્લુડ જેવા ફ્લેમેબલ પ્રોડ્‌ક્ટસનો બિલ્કુલ ઉપયોગ કરવો જોઈએ નહીં. તે સિવાય પેટ્રોલિયમ, ઓઈલ, ગ્રીસ બેસ્ડ ક્રીમ અથવા વેસેલિન જેવા કોઈ પણ પ્રોડક્ટને છાતી અથવા શરીરના કોઈ ભાગ પર લગાવવા ન જોઈએ.

જો તમને શ્વાસ લેવામાં થોડી પણ મુશ્કેલી થતી હોવાનું લાગી રહ્યું છે તો ભૂલથી પણ સિગરેટ પીવી જોઈએ નહીં. અહીં સુધી કે સિગરેટ-બીડી પીનારા લોકોથી પણ દૂર રહેવું જોઈએ. એટલું જ નહીં, ઘરમાં ઉપયોગ થનારી કેમિકલથી બનેલી અગરબત્તી અથવા ધૂપબત્તીના સંપર્કમાં આવવું જોઈએ નહીં.

જો તમે ઓક્સિજન કોન્સનટ્રેટર્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો. ઓક્સિજન કોન્સનટ્રેટર્સ આસપાસની હવાને ભેગી કરીને ઓક્સિજન બનાવે છે. કોન્સનટ્રેટર્સ હવાથી નાઈટ્રોજનને કાઢીને ઓક્સિજન બનાવે છે અને તેને દર્દીના શરીર સુધી પહોંચાડે છે. તાજી હવા મળવા પર કોન્સનટ્રેટર્સ તમારું કામ વધારે સરળ કરી દેશે.

છોડવાઓ વ્યક્તિઓથી વિપરીત હોય છે. તેઓ કાર્બન ડાયોક્સાઈડ લઈને ઓક્સિજન બનાવે છે. જો તમે હોમ ક્વોરન્ટાઈન હોવ તો તમારા રૂમમાં કેટલાંક સારા ઈન્ડોર પ્લાન્ટની વ્યવસ્થા કરી લો. આમ કરવાથી હંમેશા તમને ફ્રેશ એરની વચ્ચે રહેશો. કેટલીક ખાસ એક્સરસાઈઝ પણ આપણી રેસ્પિરેટરી એબિલીટીને દુરસ્ત કરવામાં મદદગાર થાય છે. જેમ જેમ તમારું ઓક્સિજન લેવલ વધશે તેમ તમારા ફેફસાંમાં જતા ઓક્સિજનનું લેવલ પણ વધતું જશે. આથી એક્સપર્ટની સલાહ પ્રમાણે એવી એક્સરસાઈઝ રોજ કરવી જોઈએ.

જો તમને કોરોના થયો હોય તો તમારે પોતાની બોડીને ડિહાઈડ્રેટ થવા દેવી જોઈએ નહીં. પાણીનું વૈજ્ઞાનિક સૂત્ર ૐર્૨ં છે. અહીં ઓનો મતલબ ઓક્સિજન છે. મતલબ કે શરીરમાં પાણીની પૂરતી ઓક્સિજનની કમી થવા દેતું નથી. આથી પહેલાથી તૈયાર રહો અને ડિહાઈડ્રેશનથી બચવા માટે પર્યાપ્ત પાણી પીવું જોઈએ. રોજ નિયમિત રીતે મેડિટેશન કરવું જોઈએ. તમારા શ્વાસ પર ફોકસ કરો. દિવસમાં કેટલીક મિનિટો સુધી લાંબા શ્વાસ લેવાની પ્રેક્ટીસ કરવાથી તમને જરૂરથી ફાયદો થશે. તેનાથી ન માત્ર તમારા વિવિધ અંગોને ઓક્સિજન મળશે પરંતુ તેનાથી તમારો તણાવ પણ ઓછો થશે.

ઓક્સિજન યુક્ત ખોરાક પણ શરીરમાં ઓક્સિજનનું લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમારે વધુમાં વધુ લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. તમે કેલ, બ્રોકલી પણ ખાઈ શકો છો. ખાવામાં સોડિયમ ડાયેટનું સેવન કરવું જોઈએ. મીઠું કિડની અને લોહીમાં જનારા ઓક્સિજનને વધારવામાં મદદ કરે છે. આ સિવાય વધારે મુશ્કેલી થવા પર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

Related posts

શરદી થવા પર અજમાવો આ ૬ જબરદસ્ત ઉપાય, તુરંત ખુલી જશે બંધ થયેલું નાક…

Charotar Sandesh

કોવિડ-19 સંક્રમણ દરમિયાન તમને બીમારીથી આ રીતે બચાવશે તાંબાના વાસણ…

Charotar Sandesh

બાળકની ત્વચા નાજૂક અને લીસી રહે તે માટે શું કરવું જોઈએ ?

Charotar Sandesh