Charotar Sandesh
સ્પોર્ટ્સ

શ્રીસંતને મોટો ઝટકો : આ વર્ષે આઇપીએલમાં નહીં રમી શકે…

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન માટે ૧૮ ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થવાની છે. આ વર્ષે હરાજી માટે ૧૧૧૪ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, બીસીસીઆઇ તરફથી જાહેર કરાયેલા લિસ્ટમાં માત્ર ૨૯૨ ખેલાડીઓને જ બોલી માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ક્રિકેટમાં વાપસી કરનારા એસ શ્રીસંતને હરાજીમાં સામેલ નથી કરવામાં આવ્યો. જેથી હવે વર્ષ ૨૦૨૧ની આઇપીએલમાં શ્રીસંત નહીં રમી શકે.
સ્પૉટ ફિક્સિંગમાં સાત વર્ષની સજા ભોગવનારા શ્રીસંતે તાજેતરમાંજ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી દ્વારા ક્રિકેટમાં વાપસી કરી છે, મુસ્તાક અલી ટ્રૉફીમાં શ્રીસંતને કેરાલાની ટીમમાં જગ્યા મળી હતી. શ્રીસંતે આ વર્ષે હરાજી માટે રજિસ્ટર કરાવ્યુ હતુ. પરંતુ હવે શ્રીસંતની વાપસીની આશા પર મોટો ઝટકો લાગ્યો છે.
શ્રીસંતે આઈપીએલમાં ૪૪ મેચ રમી છે જેમાં ૪૦ વિકેટ ઝડપી છે. એસ શ્રીસંતે ૯ મે ૨૦૧૩માં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ પોતાની છેલ્લી મેચ રમી હતી.

Related posts

બીસીસીઆઈએ કોહલીનો નેટ પ્રેકટીશ દરમ્યાન બેટીંગ અભ્યાસ કરતો વિડીયો શેર કર્યો

Charotar Sandesh

પિચનો મિજાજ સારો હશે તો ભારત આક્રમક એપ્રોચથી રમશે : રોહિત શર્મા

Charotar Sandesh

લાલ બૉલથી મારી જાતને સાબિત કર્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં કરીશ ડેબ્યૂ : ચહલ

Charotar Sandesh