Charotar Sandesh
વર્લ્ડ

શિકાગોના ગુજરાતીઓએ ૫૦ હજાર ડોલર ડોનેશન ભેગું કરી મોકલી આપ્યું…

USA : ગુજરાત આખું કોરોનાની મહામારીમાં ઝઝૂમી રહ્યું છે. ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ વતનની વહારે આવી રહ્યા છે. અમેરિકાના શિકાગોમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા એક જ દિવસમાં ૫૦ હજાર ડોલરનું ડોનેશન એકઠું કરીને ગુજરાતીઓની મદદ માટે મોકલ્યા છે, અને હજુ બીજા ૫૦ હજારથી વધુ ડોલર એકઠા કરી ગુજરાત મોકલવાના છે. શિકાગોના મિડ વેસ્ટમાં વસતા ગુજરાતી પરિવારો ઉમિયા માતાજી સંસ્થાનના માધ્યમથી ગુજરાતી પરિવાર માટે ધાર્મિક અને સામાજિક કાર્ય કરી રહ્યા છે.

આ સંસ્થાનના ખજાનચી નવનીત પટેલે દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આપણા ગુજરાતમાં કોરોનાની મહામારી આવી છે, જેમાં ગુજરાતી પરિવારોને મદદ કરવા અને વતન પ્રત્યેની ફરજ બજાવવા અમે ગુજરાતી પણ આગળ આવ્યા હતા અને શિકાગોમાં વસતા ગુજરાતીઓએ નક્કી કર્યું હતું કે, આપણે પણ કંઈક મદદ કરવી જોઈએ, અને એક જ દિવસમાં અમારી સંસ્થાન ને ૫૦ હજાર ડોલરનું ડોનેશન મળી ગયું હતું, આ ડોનેશન અમે ગુજરાતમાં ચાલતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને મોકલી આપવામાં આવ્યું છે, અને હજુ પણ ડોનેશન આવી રહ્યું છે, એક લાખ ડોલરનું ડોનેશન મોકલાવીશું, આ ઉપરાંત ગુજરાતી પરિવારને બીજી કોઈ જરૂરિયાત હોય તો પણ મોકલવા માટે અમે ગુજરાતી ઓ તૈયાર જ છીએ.

  • Nilesh Patel

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું : હું દેશ માટે એક ચીયરલીડર છું…

Charotar Sandesh

પાકિસ્તાનમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત : ૩૦ના મોત

Charotar Sandesh

PM મોદી ફરીવાર સત્તામાં આવશે કે નહીં? ચીનના સરકારી મીડિયાએ કરી ભવિષ્યવાણી

Charotar Sandesh