Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના વેક્સિન લીધી…

દિલ્હી ખાતે આર્મી હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો…

ન્યુ દિલ્હી : પીએમ મોદી બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોરાનાની રસી મુકાવી છે. કેન્દ્ર સરકારે એક માર્ચથી કોરોના વેક્સીનના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે અને એ પછી મોટી સંખ્યામાં નેતાઓ પણ રસી લેવા માટે આગળ આવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં રસીનો પહેલો ડોઝ લીધો હતો.આ સમયે તેમના પુત્રી પણ તેમની સાથે હાજર રહ્યા હતા. રામનાથ કોવિંદે દુનિયામાં સૌથી મોટાપાયે રસીકરણ ઝુંબેશ ચલાવવા બદલ ડોક્ટર, નર્સ, હેલ્થ વર્કર્સનો આભાર માન્યો હતો.
તેમણે બીજા લોકોને પણ રસી મુકાવવા માટે અપીલ કરી હતી.હાલમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોને રસી મુકવાની કામગીરી ચાલી રહી છે અને તેના ભાગરુપે રાષ્ટ્રપતિએ પણ રસી મુકાવી છે.
આ કેટેગરીમાં આવતા લોકો સરકારી હોસ્પિટલમાં મફત પણ રસી મુકાવી શકે છે. ગઈકાલે રક્ષા મંત્રી રાજનાથસિંહ, સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને પણ રસી મુકાવી હતી. આ પહેલા બિહારના સીએમ તેમજ ઓરિસ્સાના સીએમ પણ રસી મુકાવી ચુક્યા છે.
સરકારે જાહેરાત કરી છે કે, રસીના ડોઝની કમી નથી અને આખા દેશમાં રસીકરણ માટેના કેન્દ્રોને પૂરતા પ્રમાણમાં ડોઝ મળી રહેશે.

Related posts

આગામી વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશેઃ જાન્ટી રોડ્‌સ

Charotar Sandesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિકાસગાથા આગેકૂચ કરશે – Watch Live

Charotar Sandesh

ખેડૂત પરિવારોના ખાતામાં વડાપ્રધાન મોદીએ ૨૦ હજાર કરોડ ટ્રાન્સફર કર્યા

Charotar Sandesh