Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

રિલાયન્સને મોટો ઝટકો : ટીસીએસ સૌથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશનવાળી કંપની બની…

રિલાયન્સનો શેર ૧૯૨૨ રૂપિયા સુધી ઘટ્યો…

મુંબઇ : માર્કેટ કેપિટલાઈઝેશન પ્રમાણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને મોટો ઝટકો લાગ્યો છે. આજે સવારે તે દેશની બીજી મોટી કંપની બની છે. જોકે પછીથી તે પ્રથમ નંબરે આવી ગઈ. ટાટા ગ્રુપની આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ હવે દેશની સૌથી વધુ માર્કેટ કેપવાળી કંપની બની છે. આજે સવારે ટીસીએસની માર્કેટ કેપ ૧૨,૨૧,૩૭૩ કરોડ રૂપિયા રહી. જ્યારે આરઆઇએલની માર્કેટ કેપ ૧૨,૨૦,૩૪૧ કરોડ રૂપિયા રહી છે. જોકે કારોબાર દરમિયાન પ્રથમ અને બીજા નંબરે રહેલી બંને કંપનીની માર્કેટ કેપ આજે આગળ-પાછળ થતી રહી છે.
આ પહેલાં ગત સપ્તાહે જ સેન્સેક્સના વેઇટેજમાં રિલાયન્સ બીજા નંબરે પહોંચી ગઈ હતી. જોકે પ્રથમ નંબર પર એચડીએફસી પહોંચી ગઈ હતી. આ રીતે બે સપ્તાહમાં કંપનીને બીજો ઝટકો લાગ્યો છે.
આજે સવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત ઘટીને ૧૯૨૨ રૂપિયા સુધી જતી રહી હતી. જોકે માર્કેટ કેપમાં તે ટીસીએસથી ૧૯૨૫ રૂપિયા ઘટી ગઈ હતી. ૧૯૨૫ રૂપિયાના ભાવ પર તેની માર્કેટ કેપ ૧૨.૨૧ લાખ કરોડ રૂપિયા રહી. ટીસીએસનો શેર વધારા સાથે ૩૨૫૫ રૂપિયાએ પહોંચી ગયો છે. એનાથી તેની માર્કેટ કેપ ૧૨.૨૧ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. ટીસીએસએ તાજેતરમાં જ સારું રિઝલ્ટ જાહેર કર્યું છે.
કોરોનામાં આઈટી કંપનીઓની સતત સારી માગ રહી છે. એનાથી કંપનીને ફાયદો થયો છે, જ્યારે રિલાયન્સની પાસે જિયો ટેલિકોમ અને રિટેલમાં હિસ્સો વેચ્યા પછીથી કોઈ જ આગળનો પ્લાન હોવાનું દેખાઈ રહ્યું નથી. હિસ્સો વેચવાના કારણે તેના શેર અને માર્કેટ કેપિટલાઈઝેશનમાં રેકોર્ડ તેજી આવી હતી. કંપની જોકે આ સપ્તાહે રિઝલ્ટ જાહેર કરશે.

Related posts

જમ્મૂ-કાશ્મીરમાં બરફનું તોફાનઃ છ જવાન શહિદ, કુલ ૧૨ના મોત…

Charotar Sandesh

વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળમાં ટીએમસીના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા…

Charotar Sandesh

ભગવાન પણ મુખ્યમંત્રી બની જાય તો પણ બધાને નોકરી ન આપી શકે : ગોવા મુખ્યમંત્રી

Charotar Sandesh