Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાંથી દારૂબંધી હટાવીશું તો બહેનો સલામત નહી રહે : ગૃહમાં બોલ્યા મુખ્યમંત્રી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં દારૂબંધીને લઇને મહત્વનું નિવેદન આપ્યુ છે. ઝ્રસ્ રૂપાણીએ કહ્યુ કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવીશું તો બહેનો સલામત નહી રહે. ગુજરાતમાં દારૂબંધી છે એટલે શાંતિ અને સલામતી છે. ગુજરાતમાંથી અવાર નવાર દારૂબંધી હટાવી લેવાના પ્રશ્ન થતા રહે છે. ૧૯૬૦માં ગુજરાતની રચના થઇ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં છે.
બોમ્બે સ્ટેટમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્ય બન્યા હતા પણ મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી અને ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ અવાર નવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવા મામલે નિવેદન આપી ચુક્યા છે. શંકરસિંહ વાઘેલા કહી ચુક્યા છે કે, રાજ્યમાંથી ભાજપ-કોંગ્રેસને દારૂબંધી હટાવવામાં રસ નથી, કેમ કે બન્નેને લાભ થઇ રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી એક ઢોંગ છે અને તેને હટાવી લેવો જોઇએ.
બીજી તરફ સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પ્રગતિ-શાંતિ સુરક્ષામાં દારૂબંધીનું પરિબળ મહત્વનું રહ્યુ હોવાનું રટણ કરતી રહી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં વાર-તહેવારે અવાર નવાર અન્ય રાજ્યમાંથી ઘુસાડવામાં આવતો દારૂનો મોટા પાયે જથ્થો પકડાય છે. સોશિયલ મીડિયા પર પણ અવાર નવાર રાજ્યમાંથી દારૂબંધી હટાવવા માટે મુહિમ ચલાવવામાં આવે છે.

Related posts

રાજ્યના ૩૧ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ, વલ્લભીપુરમાં ૩ ઇંચ વરસાદ…

Charotar Sandesh

નર્મદા ડેમનાં ૨૩ દરવાજા ખોલાતા વડોદરા, ભરૂચ જિલ્લાના કિનારાના ગામો એલર્ટ પર…

Charotar Sandesh

૧૦ જિલ્લાઓમાં એક અઠવાડિયામાં કોરોનાના કેસ બમણા થયા…

Charotar Sandesh