Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મોટેરા સ્ટેડિયમના નામકરણ મુદ્દે કરમસદમાં ધરણાં કરી વિરોધ પ્રદર્શન…

આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર અને પૂર્વ સાંસદ ભરત સોલંકી પણ ધરણા સ્થળે રહ્યા ઉપસ્થિત…

આણંદ : અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાતાં સરદાર પટેલના સમ્માન સાથે આ મુદ્દાને જોડી સરદાર પટેલના કરમસદમાં કરમસદ નાગરિક સમિતી દ્વારા ધરણાં કરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
અમદાવાદ મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામકરણને લઈ કરમસદમાં વિરોધ વધી રહ્યો છે. સરદાર પટેલના સમ્માન સાથે આ મુદ્દાને જોડી આ આંદોલનને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યુ છે. ’સરદાર કા કર્જ ચૂકાના હૈ ખોયા સન્માન વાપસ દિલાના હૈ’ના સૂત્ર સાથે ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે.

કરમસદ નાગરિક સમિતિ દ્વારા કરમસદ બસ સ્ટેન્ડ પાસે ધરણા કાર્યક્રમ આયોજિત થયો છે. આ ધરણા પ્રદર્શનમાં આણંદના ધારાસભ્ય કાંતિ પરમારે પણ ઉપસ્થિત રહી આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે.

આ કાર્યક્રમમાં કોંગી નેતા પૂર્વ સાસંદ ભરતભાઈ સોલંકી પણ પહોંચ્યા હતા.તેઓએ આ આંદોલનને મુદ્દે ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીની નીતિ રીતિ ને વખોડી હતી.મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી નામકરણ રદ કરવા માંગણી કરી હતી. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Related posts

આણંદ બેંક ઓફ બરોડામાં ફાયરિંગ થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત : પોલિસે સિક્યુરીટી ગાર્ડની કરી ધરપકડ

Charotar Sandesh

આણંદ જિલ્લાની ૬ નગરપાલિકામાં બપોર સુધી સરેરાશ ૩૭.૪૨ ટકા મતદાન, સૌથી વધુ સોજિત્રામાં…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ઉમરેઠ અને પેટલાદ પાલિકા વિસ્તાર કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુકત જાહેર…

Charotar Sandesh