Charotar Sandesh
X-ક્લૂઝિવ બિઝનેસ

મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને ૨.૪૫ ટકાએ : ૨૨ મહિનાના તળિયે…

  • અગાઉ જુલાઈ ૨૦૧૭માં ૧.૮૮ ટકા રહ્યો હતો, આ વર્ષે એપ્રિલમાં ૩.૦૭ ટકા હતો…

ન્યુ દિલ્હી,
મે મહિનામાં ખાદ્ય પદાર્થો, ઈંધણ અને વીજળીના ભાવમાં ઘટાડાને પગલે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI)આધારિત ફુગાવાનો દર ઘટીને ૨.૪૫ ટકાના ૨૨ મહિનાના તળિયે આવી ગયો હોવાનું સત્તાવાર ડેટામાં આજે જણાવાયું હતું.એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ૩.૦૭ ટકા અને એક વર્ષ અગાઉના સમાનગાળામાં ૪.૭૮ ટકા હતો.

ખાદ્ય પદાર્થોના ભાવમાં નરમાઈ જોવા મળતાં મે મહિનામાં ફુગાવો ઘટ્યો હતો. એપ્રિલના ૭.૩૭ ટકાની સરખામણીમાં મે મહિનામાં ખાદ્યાન્ન પદાર્થોના ભાવમાં ૬.૯૯ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

જોકે, સૂચિતગાળામાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. એપ્રિલ મહિનામાં ૩.૪૩ ટકાના ઘટાડાની સરખામણીમાં મે મહિનામાં ડુંગળીના ભાવમાં ૧૫.૮૯ ટકાનો જંગી ઉછાળો નોંધાયો હતો.
મે મહિનામાં શાકભાજીના ભાવમાં ૩૩.૧૫ ટકા વૃદ્ધિ જોવા મળી હતી જે, અગાઉના મહિનાની ૪૦.૬૫ ટકાની વૃદ્ધિની સરખામણીમાં ઓછી હતી. એપ્રિલના ૧૭.૧૫ ટકાના ઘટાડાની સરખામણીમાં મે મહિનામાં બટાટાના ભાવમાં ૨૩.૩૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

WPI ફુગાવાનો દર હાલમાં ૨૨ મહિનાના તળિયે આવી ગયો છે. આ અગાઉ જુલાઈ ૨૦૧૭માં ફુગાવાનો દર ૧.૮૮ ટકાની નીચી સપાટીએ આવ્યો હતો. ઈંધણ અને ઉર્જા શ્રેણીમાં એપ્રિલના ૩.૮૪ ટકાની સરખામણીમાં ૦.૯૮ ટકાની નજીવી ભાવ વૃદ્ધિ જોવા મળી હતી. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ એપ્રિલના ૧.૭૨ ટકાની સરખામણીમાં ૧.૨૮ ટકાની મોંઘવારી જોવા મળી હતી.

Related posts

ભારતનો વિકાસ દર 2019-20ના નાણાકીય ક્ષેત્ર માટે 5% જ રહેશે : વિશ્વ બેંક

Charotar Sandesh

વધારા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 39100ના સ્તર પર

Charotar Sandesh

મુકેશ-અનિલ અંબાણી અને તેમના પરિવાર પર સેબીએ ફટકાર્યો ૨૫ કરોડનો દંડ…

Charotar Sandesh