Charotar Sandesh
વર્લ્ડ

મૂળ ભારતીય નૌરીન હસન ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કના બન્યા ઉપાધ્યક્ષ…

USA : ભારતીય અમેરિકી મૂળના ૨૫ વર્ષીય મહિલા નૌરીન હસનને ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કના ઉપાધ્યક્ષ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર બનાવવામાં આવ્યાં છે. બેન્કે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આ નિયુક્તિ ૧૫ માર્ચથી અમલમાં થશે. આ નિયુક્તિને બોર્ડ ઓફ ગવર્નર્સ અને ફેડરલ રિઝર્વ સિસ્ટમ તરફથી મંજૂર કરી દેવાઈ છે.
આ ઉપરાંત બેન્કે જણાવ્યું કે, પહેલા ઉપાધ્યક્ષરૂપે હસન ન્યૂ યોર્ક ફેડની બીજા રેન્કની અધિકારી હશે અને ફેડરલ ઓપન માર્કેટ કમિટિની વૈકલ્પિક મતદાન સભ્ય હશે. ન્યૂ યોર્ક ફેડર બેન્કના અધ્યક્ષ અને સીઈઓ જોન સી. વિલિયમ્સે જણાવ્યું કે, નૌરીન લીડરશિપ બેકગ્રાઉન્ડથી છે અને તેમણે ઘણી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમની પાસે નાણાકીય અનુભવ પણ છે. અમને વિશ્વાસ છે કે નૌરીન આ પદ પર રહીને બીજા માટે પ્રેરણા બનશે. તેમના નિવેદન અનુસાર, નૌરીન હસને પહેલા નાણાકીય સેવા ઉદ્યોગમાં વિભિન્ન ભૂમિકા નિભાવી છે, જે મુખ્યરૂપે ડિજિટલ અને વ્યવસાયિક પ્રક્રિયા પરિવર્તન પર કેન્દ્રિત છે. ગયા ચાર વર્ષથી આ મોર્ગન સ્ટેનલેમાંં મની મેનેજમેન્ટની મુખ્ય અધિકારી પણ હતાં.

  • Naren Patel

Related posts

અમેરિકામાં કોરોનાના કેસ ૫૦ લાખને પાર, છતાં બ્રાઝિલમાં ચાલુ રિઓપલિંગ…

Charotar Sandesh

ટ્રમ્પનો ભારતીયોને ઝટકો : એચ-૧બી વિઝા પર નવા પ્રતિબંધો લાદ્યા…

Charotar Sandesh

રશિયન કોરોના વેક્સીન: WHOએ પૂરાવા માંગ્યા, અમેરિકાએ વેક્સીન પર શક જાહેર કર્યો…

Charotar Sandesh