Charotar Sandesh
ગુજરાત

મીની લોકડાઉનની અમલવારી માટે એક લાખથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત…

ગાંધીનગર : રાજ્ય માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે આ વધતા જતા સંક્રમણને રોકવા સરકાર અથાગ પ્રયત્નો કરતા હોય છે .ત્યારે સરકાર દ્વારા ૬ થી ૧૨ સુધી ૩૬ શહેરોં માં રાત્રી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે .તેમજ આવશ્યક ચીજવસ્તુ સિવાય બજારો બંધ રહેશે . ત્યારે રાજ્ય સરકારના આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે.
રાજ્યમા મિની લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે થઈને ૫૬૦૦૦ પોલીસ કર્મચારીઓ, ૧૯૦૦૦ હોમગાર્ડ ૨૯૦૦૦ એસઆરડી અને એલ આર ડી જવાનો તેમજ ૯૦ એસઆરપીની કંપ્નીઓ તૈનાત કરવામાં આવી છે. એટલે કે કુલ ૧ લાખ થી વધુ સુરક્ષાકર્મીઓ ખડે પગે ફરજ પર હાજર રહેશે.
ગુજરાત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર સ્થળોએ કે સમારંભમાં ક્યાંય પણ ગાઈડલાઈન નો ભંગ થતો હોય તો ૧૦૦નંબર પોલીસ ને જાણ કરવામાં આવે તે જરુરી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યભરની ૧૨૪૪ લગ્ન સમારોહમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં માસ્ક વગરના ૯૬ લોકો અને અન્ય ૨૩ ગુનામાં ૨૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Related posts

ગુજરાતના આકાશમાં મોડી સાંજે પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો : લોકોએ કેમેરામાં કેદ કર્યો, જુઓ

Charotar Sandesh

આજથી ત્રણ દેશના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે : આ શહેરોમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે, જુઓ

Charotar Sandesh

ત્રીજી લહેરના ભય વચ્ચે ભાદરવી પૂનમની ઉજવણી થશે કે કેમ તે અંગે ભક્તો ચિંતીત

Charotar Sandesh