Charotar Sandesh
ઈન્ડિયા

ભારતે ૨૦ દેશોને મોકલી આશરે ૨.૩ કરોડ કોરોનાની રસી…

ન્યુ દિલ્હી : ભારતે વિશ્વભરના ૨૦ દેશોમાં આશરે ૨ કરોડ ૩૦ લાખ કોવિડ -૧૯ વેક્સીનના ડોઝ મોકલ્યા છે. ભારત તરફથી કોરોના વેક્સિકનની સપ્લાય સહાય અને વ્યવસાયિક બંને રીતે કરવામાં આવી છે. વેક્સીનના ૬૪ લાખ ડોઝ મદદ તરીકે અને ૧૬૫ લાખ ડોઝ વ્યવસાયિક આધારે મોકલવામાં આવ્યા છે. આગામી સપ્તાહમાં આફ્રિકા અને લેટિન અમેરિકાના ઘણા દેશોમાં પણ સપ્લાય કરવામાં આવશે. ભારતે મૈત્રી ઇન્સિએટિવ (રસી મૈત્રી પહેલ) તરીકે જરૂરિયાતમંદ દેશોને અનુદાન તરીકે વેક્સીન મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતે પડોશી દેશને સૌથી પહેલા રસીમોકલી હતી, જેનો નિર્ણય ’પડોસી પહેલા’ નીતિ અંતર્ગત મોકલવામાં આવી છે. ૨૧ જાન્યુઆરીથી શરૂ થયેલી આ અભિયાનના કારણે દુનિયાભરમાં ભારતની પ્રસંશા થઇ રહી છે.
વિદેશી મંત્રાલયના પ્રવક્તા અનુાગ શ્રીવાસ્તવે કહ્યું કે, વૈશ્વિક ટીકા પુરવઠો ભારત આગળ વધારવાનું ચાલુ રાખશે અને ક્રમબદ્ધ તરીકે આમા પગલા ભરીને અનેક લોકો અને દેશનો સમાવેશ કરશે. તેમણે કહ્યું કે, ભારતના શિગોસી દેશો ઉપરાંત ભારતીય સમુદ્ર, કેરિબિયન દેશ અને પશ્ચિમી દેશોના એશિયાઇ દેશોમાં પણ ભારત વૈકલ્પિક પુરવઠો આપી રહ્યું છે. કોવિશિલ્ડે ભારતની ’વેક્સિન ડિપ્લોમેસી’ માં ચાઇનાથી બહુ આગળ વધ્યું છે. ચાઇનાની વિક્સિને કેટલાંક મુઠ્ઠીભર દેશઓ જ માન્યતા આપી છે. જ્યારે ભારતની વેક્સિનને વિશ્વના મહત્તમ દેશોએ માન્યતા આપી છે. ચાઇનાએ નેપાલ અને પાકિસ્તાનને જ વેક્સિકન આપી છે. મદદ તરીકે કોરોના વાયરસ રસી બાંગ્લાદેશ (૨૦ લાખ), મ્યાન્માર (૧૭ લાખ), નેપાલ (૧૦ લાખ), ભૂટાન (૧.૫ લાખ), માલદીવ (એક લાખ), મોરેશિયસ (એક લાખ), સેશેલ્સ (૫૦,૦૦૦), શ્રીલંકા (પાંચ લાખ), બહરીન (એક લાખ), ઓમાન (એક લાખ), અફગાનિસ્તાન (પાંચ લાખ), બાર્બડોસ (એક લાખ) અને ડોમનીકામાં (૭૦,૦૦૦) મોકલવામાં આવી છે.
ડોમનિકા જેવા નાના દેશમાં ભારત તરફથી મદદ તરીકે મોકલવામાં આવેલી રસી ત્યાંની અડધી આબાદી માટે પર્યાપ્ત છે. અહીંના વડાપ્રધાન રૂજવેલલ્ટ સ્ક્રિએટે ભારતની આ સહાય માટે ઘણો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારત અમારી પ્રાર્થનાનો જવાબ આટલી સહૃદયતા સાથે આપશે તેનો થોડો પણ અંદાજો ન હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા શ્રીવાસ્તવને જ્યારે પૂછ્યું કે, કેનેડામાં પણ રસી મોકલવામાં આવશે? જેનો તેમણે સીધો જવાબ આપ્યો નહીં. નોંધનીય છે કે, બુધવારના કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આ વિશે ભારતના પીએમ મોદી સાથે વાત કરી હતી. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આપૂર્તિ આ વાત પર નિર્ધારિત કરે છે કે વેક્સીનનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં થાય છે.

Related posts

આરબીઆઇનું નાણાંકીય વર્ષ બદલાય તેવી શક્યતા : ગવર્નરે આપ્યા સંકેત…

Charotar Sandesh

આંતર-રાજ્ય પરિવહન પર પ્રતિબંધો નહીં મૂકવા રાજ્યોને કેન્દ્રનો આદેશ…

Charotar Sandesh

દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો ૧૫ કરોડને પાર, પોઝિટીવિટી રેટ ઘટીને ૬.૪૭% થયો…

Charotar Sandesh