Charotar Sandesh
વર્લ્ડ

ભારતીય કર્મચારીઓને ગ્રીન કાર્ડ મુદ્દે અમેરિકાની સંસદની બહાર પ્રદર્શન…

USA : જો બાઇડનના રાષ્ટ્રપતિ બનવાથી ઘણી આશાઓ રાખીને બેઠેલા અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયની ધીરજે જવાબ આપ્યો. અમેરિકામાં કાયદેસર સ્થાયી નિવાસ માટે પ્રતિ દેશ કોટાને ખત્મ કરવાની માંગને લઇને ભારતીય મૂળના ફ્રન્ટ લાઇનના સ્વાસ્થ્ય કર્મચારીઓએ કેપિટલ (સંસદ ભવન)માં શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું. ગ્રીન કાર્ડને સત્તાવાર રીતે સ્થાયી નિવાસ કાર્ડ કહેવામાં આવે છે. આ દસ્તાવેજ અમેરિકામાં રહેતા પ્રવાસીઓ માટે જાહેર કરવામાં આવે છે, જે એ વાતનો પુરાવો છે કે કાર્ડ ધારકને દેશમાં સ્થાયી રીતે રહેવાનો અધિકાર છે.
ભારતીય-અમેરિકન ડૉક્ટરોએ સોમવારના સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું કે, ગ્રીન કાર્ડ આપવાના પેન્ડિંગ મામલાઓને ઉકેલવાની વર્તમાન વ્યવસ્થાથી તેમને ગ્રીન કાર્ડ મેળવવામાં ૧૫૦થી વધારે વર્ષ લાગી જશે. નિયમ અંતર્ગત કોઈ પણ દેશના ૭ ટકાથી વધારે લોકોને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ આપવાની અનુમતિ નથી. ડૉક્ટરોએ કહ્યું કે, “ભારતની વસ્તી કરોડોમાં છે, પરંતુ આના લોકોને ગ્રીન કાર્ડ આપવાની સંખ્યા આઈસલેન્ડની વસ્તી જેટલી છે. એચ-૧બી વીઝા પર કોઈ મર્યાદા નથી અને અહીં એચ-૧બી વીઝા પર કામ કરવા માટે આવનારાઓમાં ૫૦ ટકા ભારતીય છે. એચ-૧બી અને ગ્રીન કાર્ડની વચ્ચે અસંગત રીતે પ્રમાણપત્ર મેળવનારાઓની લાઇન લાંબી થતી જઈ રહી છે અને આની અમારા પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવન પર અસર પડી રહી છે.”
ભારતીય આઈટી પ્રોફેશનલ આનાથી સૌથી વધારે પ્રભાવિત છે. તેમણે સાંસદ જો લોફગ્રેનથી આ સંબંધમાં એક દ્વિદળીય પ્રસ્તાવ રજૂ કરવાની અપીલ કરી જેનાથી કે પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ ઉકેલાય. બાળ તેમજ કિશોર મનોચિકિત્સક ડૉ. નમિતા ધીમાને કહ્યું કે, “ગ્રીન કાર્ડ માટે લાંબી રાહથી ફ્રન્ટ લાઇનના સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમજ તેમના પરિવારો પર અસર પડી છે. તેઓ ડર અને ગભરાટમાં જીવી રહ્યા છે.”

  • Nilesh Patel

Related posts

કોરોનાના ગંભીર દર્દીઓને સ્ટીરોઇડ આપવી જોઇએ : WHOની ભલામણ

Charotar Sandesh

આગામી પ વર્ષમાં અમેરિકાના ર લાખ પ૦ હજાર નાગરિકોને ટેકનોલોજી ટ્રેનીંગ આપવા ગૂગલ કટિબદ્ધ…

Charotar Sandesh

ફેસબુકે આ વર્ષે ૫.૪ અબજ એકાઉન્ટ બંધ કર્યા…

Charotar Sandesh